Get The App

સરકારને સૌથી વધુ કમાણી કરી આપતાં Top-10 ટોલ પ્લાઝા, તેમાં ગુજરાતનું ભરથાણા ટોચના ક્રમે

Updated: Mar 24th, 2025

GS TEAM

Google News
Google News
સરકારને સૌથી વધુ કમાણી કરી આપતાં Top-10 ટોલ પ્લાઝા, તેમાં ગુજરાતનું ભરથાણા ટોચના ક્રમે 1 - image


Toll Plaza: રસ્તાઓ પરના ટોલ પ્લાઝા સામાન્ય લોકો પાસેથી કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. સરકારે લોકસભામાં આ માહિતી આપી હતી. આ મુજબ, ઐતિહાસિક ગ્રાન્ડ ટ્રંક રોડ પર સ્થિત એક ટોલ પ્લાઝા, દિલ્હી મુંબઈ હાઇવે પર સ્થિત એક ટોલ પ્લાઝા અને ભારતના સૌથી લાંબા રાષ્ટ્રીય હાઇવે પર સ્થિત એક ટોલ પ્લાઝા દેશના સૌથી વધુ કમાણી કરતાં ટોલ વસૂલતા પ્લાઝામાં સામેલ છે. એટલું જ નહીં, આ પ્લાઝાએ છેલ્લા પાંચ વર્ષમાં હજાર કરોડથી વધુની કમાણી કરી છે. જ્યારે કોરોનાને કારણે શરુઆતના વર્ષોમાં વેપાર અને અવરજવર ઠપ્પ થઈ ગઈ હતી.

ગુજરાતનો આ ટોલ પ્લાઝા સૌથી નફાકારક

20મી માર્ચે લોકસભામાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાતમાં NH-48ના વડોદરા-ભરૂચ સેક્શન પર સ્થિત ભરથાણા ટોલ પ્લાઝા દેશનો સૌથી નફાકારક પ્લાઝા છે. તેણે છેલ્લા પાંચ વર્ષમાં 2 હજાર કરોડ રૂપિયાથી વધુનો કર વસૂલ્યો છે. આમાં સૌથી વધુ ટોલ વસૂલાત નાણાકીય વર્ષ 23-24માં થઈ હતી. આ ટોલ પ્લાઝાએ 472.65 કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી. 

બીજા નંબરે રાજસ્થાનમાં શાહજહાંપુર ટોલ પ્લાઝા છે, જે દિલ્હીથી મુંબઈને જોડતા NH-48ના ગુડગાંવ કોટપુતલી-જયપુર સેક્શન પર સ્થિત છે. છેલ્લા પાંચ વર્ષમાં આ ટોલ પ્લાઝા પર 1884.46 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવ્યો છે.

દેશમાં સૌથી વધુ કમાણી કરતાં ટોપ-10 ટોલ પ્લાઝા 

સરકારને સૌથી વધુ કમાણી કરી આપતાં Top-10 ટોલ પ્લાઝા, તેમાં ગુજરાતનું ભરથાણા ટોચના ક્રમે 2 - image

આ પણ વાંચો: ચીનમાં તમામ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લાગુ, સૈન્ય-પોલીસની હોસ્પિટલમાં ડીપસીકનો ઉપયોગ

પશ્ચિમ બંગાળમાં NH-16ના ધનકુની ખડગપુર સેક્શન પર સ્થિત જલાધુલાગોરી પ્લાઝા દેશના સૌથી વધુ કમાણી કરતાં ટોલ પ્લાઝાની યાદીમાં ત્રીજા નંબરે આવે છે. આ પાંચ વર્ષમાં આ પ્લાઝાએ 1500 કરોડ રૂપિયાથી વધુનો ટોલ વસૂલ્યો છે. આ હાઇવે ભારતના પૂર્વ કિનારા સાથે ચાલે છે અને તે ગોલ્ડન ચતુર્ભુજ પ્રોજેક્ટનો એક ભાગ છે.

શ્રીનગરથી કન્યાકુમારીને જોડતા NH-44ના પાણીપત-જલંધર સેક્શન પર સ્થિત ઘરોંડા ટોલ પ્લાઝા, દેશનો ચોથો સૌથી વધુ કમાણી કરતો ટોલ પ્લાઝા છે. છેલ્લા પાંચ વર્ષમાં તેની કુલ આવક 1300 કરોડ રૂપિયાથી વધુ છે.

બીજી તરફ સરકાર તરફથી જાહેર કરેલી યાદી અનુસાર, ગુજરાતમાં NH-48ના ભરૂચ-સુરત સેક્શન પર ચોર્યાસી, રાજસ્થાનમાં NH-48ના જયપુર-કિશનગઢ સેક્શન પર ઠિકારિયા પ્લાઝા, તમિલનાડુમાં NH-44ના કૃષ્ણગિરી થુમ્બીપડી સેક્શન પર L&T કૃષ્ણગિરી થોપુર, ઉત્તર પ્રદેશમાં NH-25ના કાનપુર-અયોધ્યા સેક્શન પર નવાબગંજ અને બિહારમાં NH-2ના વારાણસી-ઔરંગાબાદ સેક્શન પર સાસારામનો સમાવેશ થાય છે.

સરકારને સૌથી વધુ કમાણી કરી આપતાં Top-10 ટોલ પ્લાઝા, તેમાં ગુજરાતનું ભરથાણા ટોચના ક્રમે 3 - image

Tags :