Get The App

ચીનમાં તમામ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લાગુ, સૈન્ય-પોલીસની હોસ્પિટલમાં ડીપસીકનો ઉપયોગ

Updated: Mar 24th, 2025

GS TEAM

Google News
Google News
ચીનમાં તમામ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લાગુ, સૈન્ય-પોલીસની હોસ્પિટલમાં ડીપસીકનો ઉપયોગ 1 - image


- ચીનની સેનાનું વધુ આધુનિક બનવું ભારત માટે જોખમી

- ડીપસીક સેના-પોલીસની હોસ્પિટલોમાં ડોક્ટરોને સારવારમાં મદદરૂર થશે, જોકે યુદ્ધભૂમિ પર ઉપયોગ નહીં કરાય

- અગાઉ સ્વાસ્થ્ય, શહેરી વિકાસ, ઉત્પાદન, સરકારી એજન્સીઓમાં પણ એઆઇનો ઉપયોગ વધારાયો હતો 

China and AI News :  ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીએ ચીનમાં તૈયાર કરાયેલા એઆઇ ડીપસીકનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધુ છે. યુદ્ધ સિવાયની કામગીરી જેવી કે સૈન્ય હોસ્પિટલ વગેરેમાં આ એઆઇનો ઉપયોગ થઇ રહ્યો છે, સેનામાં સેવા આપતા ડોક્ટરો આ એઆઇનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત અન્ય મહત્વના ક્ષેત્રોમાં પણ ચીન દ્વારા એઆઇનો ઉપયોગ વધારી દેવાયો છે.  

હોંગકોંગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો હતો, જેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે સેનાની હોસ્પિટલો ઉપરાંત પીપલ્સ આર્મ્ડ પોલીસ અને નેશનલ ડિફેન્સ મોબિલાઇઝેશન ઓર્ગન્સ વગેરેમાં ડીપસીકનો ઉપયોગ વધી રહ્યો છે. અગાઉ પીએલએ સેન્ટ્રલ થીએટર કમાન્ડની જનરલ હોસ્પિટલે જાહેરાત કરી હતી કે તેણે ડીપસીકના લાર્જ લેંગ્વેજ મોડયૂલ્સ (એલએલએમ)ને મંજૂરી આપી છે. જેની મદદથી ડોક્ટરોના સારવારના જ્ઞાનમાં વધારો થશે. 

ખુદ સેનાની બેજિંગ સ્થિત જનરલ હોસ્પિટલમાં પણ ડીપસીકનો ઉપયોગ થવા લાગ્યો છે. અગાઉ ચીનની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એઆઇનો ઉપયોગ એક ટૂલ તરીકે થવો જોઇએ પરંતુ યુદ્ધ ભૂમિ પર એઆઇનો ઉપયોગ ટાળવો જોઇએ કેમ કે તેની પાસે તેની પાસે સેલ્ફ અવેરનેસ ક્ષમતા ઓછી હોય છે. ચીનનું એઆઇ ડીપસીક સૌથી સસ્તુ માનવામાં આવે છે. જેને પગલે તે હાલ ચેટજીપીટીનું સ્થાન લેવા લાગ્યું છે. એટલુ જ નહીં એપલની એપસ્ટોર પર હાલ ટોચના સ્થાને પહોંચી ગયું છે. ચીન માત્ર સેના જ નહીં હાલ ચીન સ્વાસ્થ્ય, મેન્યુફેક્ચરિંગ, શહેરી વિકાસ, કેટલીક સરકારી એજન્સીઓમાં પણ તેનો ઉપયોગ વધારી રહ્યું છે. ચીને આ વખતે સંરક્ષણ બજેટમાં વધારો કર્યો છે અને તેને અત્યંત આધુનિક બનાવવાની દિશા તરફ કામ કરી રહ્યું છે. ચીની સેનાનું વધુ આધુનિક બનવું ભારત માટે જોખમકારક સાબિત થઇ શકે છે.  

Tags :