Get The App

રાત્રે કાર ચલાવવામાં શું છે ખતરો ? સંકટ આવે તે પહેલા જ જાણી લો સુરક્ષા માટેની ટિપ્સ

નિષ્ણાતોના મતે ઊંઘ આવવી તેમજ પરફેક્ટ અનુમાન ન હોવુ વગેરે જેવા કારણોથી રાતના સમયે મોટી દુર્ઘટના બનવાની સંભાવના વધી જાય છે

Updated: Feb 13th, 2024

GS TEAM

Google News
Google News
રાત્રે કાર ચલાવવામાં શું છે ખતરો ? સંકટ આવે તે પહેલા જ જાણી લો સુરક્ષા માટેની ટિપ્સ 1 - image
Image Envato 

ભારત સહિત વિશ્વમાં મોટાભાગના લોકો રાત્રીના સમય મુસાફરી કરવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ રાત્રી સમયે મુસાફરી કરવામાં કેટલો ખતરો રહેલો છે, તેની માહિતી આપી રહ્યા છીએ. આ સાથે એ પણ જણાવી દઈએ કે, રાત્રીના સમયે કાર ડ્રાઈવિંગ કરતી વખતે કઈ કઈ સુરક્ષા- સલામતિ રાખી શકાય. 

દુર્ઘટનાનો ખતરો

રાત્રીના સમયે ભલે ટ્રાફિક ઓછુ હોય, પરંતુ વિઝિબિલિટી ઓછી હોવાના કારણે ખતરો વધી જાય છે. નિષ્ણાતોના મતે ઊંઘ આવવી તેમજ પરફેક્ટ અનુમાન ન હોવું વગેરે જેવા કારણોથી રાતના સમયે મોટી દુર્ઘટના બનવાની સંભાવના વધી જાય છે. પરંતુ કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી મુસાફરી સુરક્ષિત બનાવી શકાય છે.

ગાડીના લાઈટ ચેક કરો 

દિવસના પ્રકાશની તુલનામાં રાત્રીની મુસાફરી કરવામાં ત્યારે સૌથી વધારે પરેશાની ભોગવવી પડે છે. કારણ કે કારની લાઈટ્સનો પ્રકાશ ઓછો હોય છે. આવી સ્થિતિમાં તમારી સાથે સાથે અન્ય વાહન ચાલકો માટે પણ ખતરો વધી જાય છે. વધુ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે લાઈટ ઓછી હોવાના કારણે રસ્તો બરોબર દેખાતો અને બીજી બાજુ સાઈડમાંથી આવતાં વાહનો પણ બરોબર દેખાતા નથી. એટલે રાત્રીની મુસાફરી કરતી વખતે હંમેશા આગળ અને પાછળની લાઈટો જરુર ચેક કરવી જોઈએ. જો લાઈટ બરોબર ના હોય તો સૌથી પહેલા તેને રિપેરિંગ કરાવવી જોઈએ. 

વિન્ડસ્ક્રીન સાફ રાખો

રાતમાં મુસાફરી કરતી વખતે સૌથી વધારે જરુરી છે સારી વિઝિબિલિટી. જો તમારી કારના કાચ બરોબર સાફ નહીં હોય તો રસ્તા પરના બીજા વાહનો જોવામાં તકલીફ થશે. કાચ બરોબર ન હોવાથી સામેથી આવતી ગાડીઓની લાઈટ ફેલાઈ જાય છે, જેના કારણે બરોબર દેખાતું નથી. એટલે રાત્રીના સમયે ગાડી ચલાવો ત્યારે કાચ બરોબર હોવો જરુરી છે. 

કારને વધારે સ્પીડમાં ન ચલાવો

દિવસ હોય અથવા રાત પરંતુ ગાડીને વધારે ઝડપી ન ચલાવવી જોઈએ. દિવસે તો બહુ વાંધો નહીં આવે પરંતુ રાત્રીના સમયે ક્યારેક મોટી દુર્ઘટના થવાનો ખતરો રહે છે. 

ઊંઘ આવે તો આ કામ કરો 

રાતના સમયે ગાડી ચલાવતી વખતે મોટાભાગે ઊંઘ આવી જાય છે. સાવધાની હટતાની સાથે દુર્ઘટના બનતી હોય છે. એટલા માટે રાત્રીના સમયે કાર ચલાવતી વખતે પોતાની જાતને ફ્રેસ રાખવી જોઈએ. જ્યારે પણ ઊંઘ આવે તો નજીકમાં આવતી હોટલ પર ગાડી ઊભી રાખી દો, જો વધારે ઊંઘ આવતી હોય તો થોડો આરામ કરી લો, નહી તો એક કપ ચા પીલો. આ રીતે તમે સુરક્ષિત મુસાફરી કરી શકશો. 

Tags :