તમને કેવી રીતે ખબર કે તે વડાપ્રધાન બનશે? રાહુલ ગાંધી વિશે બોમ્બે હાઇકોર્ટ આવું કેમ બોલી
Bombay High Court Remark on Rahul Gandhi: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને લઈને દાખલ એક અરજી બોમ્બે હાઇકોર્ટે નકારી દીધી છે. અરજદારે માંગ કરી હતી કે, વીર સાવરકર વિશે જાણવા માટે સાંસદને તેમની અરજી વાંચવાનો નિર્દેશ કરવામાં આવે. જોકે, કોર્ટે આ વિશે જાણ્યું કે, અરજદારે આ જ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરી હતી, જ્યાં તેમની અરજી નકારી દેવામાં આવી હતી.
કથિત વિવાદિત નિવેદન સામે બોમ્બે હાઇકોર્ટમાં અરજી
હાઇકોર્ટના જસ્ટિસ આલોક અરાધે અને જસ્ટિસ સંદીપ મારનેની ખંડપીઠ આ સુનાવણી કરી રહી હતી. અભિનવ ભારત કોંગ્રેસ નામના એક સંગઠનના અધ્યક્ષ પંજક કુમુદચંદ્ર ફડણવીસે રાહુલ ગાંધીના સાવરકરના નિવેદન પર અરજી દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ સાંસદનું નિવેદન મૂંઝવણ ઊભું કરી રહ્યું છે.
તમને કેવી રીતે ખબર કે તે વડાપ્રધાન બનશે?
કોર્ટે કહ્યું કે, 'તમારી અરજીમાં પ્રાર્થના એ છે કે, અમે તેમને વ્યક્તિગત રૂપે તમારી અરજી વાંચવાનો નિર્દેશ કરીએ. કોર્ટ તમારી અરજી વાંચવા માટે મજબૂર કેવી રીતે કરી શકે?' જોકે, આ મુદ્દે અરજદારે કહ્યું કે, 'તે વિપક્ષના નેતા છે અને મૂંઝવણ ઊભી કરી રહ્યા છે, જો તે વડાપ્રધાન બની જશે, તો તબાહી મચાવી દેશે.' અરજદારની આ દલીલ પર કોર્ટે જવાબ આપ્યો કે, 'અમને નથી ખબર. શું તમે જાણો છો કે, તે વડાપ્રધાન બનશે?'
આ પણ વાંચોઃ ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRIની ધરપકડ, કાર વડે ટક્કર માર્યા બાદ ગામે ગામ નાસતો રહ્યો
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
હકીકતમાં, એપ્રિલ મહિનામાં કોર્ટે રાહુલ ગાંધીને સાવરકર વિશેની કથિત ટિપ્પણીને લઈને ફટકાર લગાવી હતી. મળતી માહિતી મુજબ, કોર્ટનું કહેવું છે કે, સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓ સામે આવી ટિપ્પણી કરવાની મંજૂરી ન આપી શકાય.