ઉધમપુરમાં ભયાનક અકસ્માત, મુસાફરો લઈને જતી બસ ઊંડી ખીણમાં ખાબકી, 18 ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Udhampur Bus Accident : જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં મુસાફરો ભરેલી એક મિની બસ રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કુલ 18 મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માતનો ભોગ બનેલી આ મિની બસ ઉધમપુરથી ધંદલ તરફ જઈ રહી હતી તે દરમિયાન જોનૂ નજીક ચાલકે કાબૂ ગુમાવતાં આ બનાવ બન્યો હતો.
તાત્કાલિક બચાવ કામગીરી અને દર્દીઓને હોસ્પિટલ ખસેડાયા
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને તાત્કાલિક ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી હતી. તમામ 18 ઈજાગ્રસ્ત મુસાફરોને સમયસર બહાર કાઢીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.
તમામ 18 ઈજાગ્રસ્તોની હાલત સ્થિર: જિલ્લા ડેપ્યુટી કમિશનર
ઉધમપુરના ડેપ્યુટી કમિશનર અનંત દ્વિવેદીએ ઘટના અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે અકસ્માતની માહિતી મળતાં જ તાત્કાલિક એમ્બ્યુલન્સ મોકલી મુસાફરોને હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ તમામ દર્દીઓને સમયસર જરૂરી તબીબી સારવાર મળી રહી છે. હાલ તમામ 18 ઘાયલો સારવાર હેઠળ છે અને તેમાંથી કોઈની પણ સ્થિતિ ગંભીર નથી. તબીબોની ટીમ તમામ દર્દીઓ પર સતત નજર રાખીને તેમની તપાસ કરી રહી છે.
અકસ્માતના કારણો અંગે તપાસના આદેશ
ડેપ્યુટી કમિશનરે વધુમાં સ્પષ્ટ કર્યું કે આ અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે સંબંધિત પાસાંઓની વિગતવાર તપાસ કરવામાં આવશે અને નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી થશે. આગામી સમયમાં આ ઘટના અંગે વધુ વિગતો સામે આવતાં અપડેટ આપવામાં આવશે.




