India

ઉત્તર પ્રદેશમાં બેફામ પિકઅપ વાને મોર્નિંગ વૉક પર જતાં 3ને કચડી નાખ્યાં, ડ્રાઈવરનું પણ મોત

By GS TEAM
18 Jun 20251 min read
TukuTouch Logo
આગ્રાના ટ્રાન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાહદરા ફ્લાયઓવર પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ફિરોજાબાદ તરફથી કેરી લઈને આવી રહેલી લોડિંગ પિકઅપ ગાડી બેકાબૂ થઈ ગઈ અને સર્વિસ રોડ પર મોર્નિંગ વૉક કરી રહેલા લોકોને લપેટમાં લઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તર પ્રદેશમાં બેફામ પિકઅપ વાને મોર્નિંગ વૉક પર જતાં 3ને કચડી નાખ્યાં, ડ્રાઈવરનું પણ મોત

Agra Accident: ઉત્તર પ્રદેશમાં આગ્રાના ટ્રાન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાહદરા ફ્લાયઓવર પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ફિરોજાબાદ તરફથી કેરી લઈને આવી રહેલી લોડિંગ પિકઅપ વાન બેકાબૂ થઈ સર્વિસ રોડ પર મોર્નિંગ વૉક કરતાં લોકો પર ફરી વળી હતી. જેના લીધે આ અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા હતા. 



મોર્નિંગ વૉક પર જતાં 4ને કચડી નાખ્યા

આ અકસ્માતમાં વૉક કરી રહેલા 55 વર્ષીય રાજેશ, 65 વર્ષીય હરિબાબુ અને રામેશ્વરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ડ્રાઈવર ગાડીમાં જ ફસાઈ ગયો હતો. અકસ્માત બાદ હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી વાહનને હટાવીને ટ્રાફિક શરૂ કરાવ્યો હતો. આ અકસ્માતમાં કંડક્ટરની હાલત ગંભીર છે, તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં ગોઝારો અકસ્માત : રેલિંગ સાથે અથડાતા કાર બની અગનગોળો, 5નાં મોત

ડ્રાઈવરને ઝોકું આવી જવાથી અકસ્માત સર્જાયો

પ્રાપ્ત માહિતી પ્રમાણે મેક્સ પિકઅપમાં બે લોકો હતા. ત્રણ લોકો વૉક કરીને ડિવાઈડર પર બેઠા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, ડ્રાઈવરને ઝોકું આવી જવાથી આ અકસ્માત થયો હતો. પિકઅપ ગાડીને કાપીને ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો. ડ્રાઈવરનું પણ મૃત્યુ થઈ ગયું છે. કંડક્ટરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. એક કલાકની મહેનત બાદ ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.