mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

૧૯૭૬માં બંધારણમાં ધર્મ નિરપેક્ષ અને અખંડિતતા શબ્દ ઉમેરાયા હતા

Updated: Jan 26th, 2019

૧૯૭૬માં બંધારણમાં ધર્મ નિરપેક્ષ અને અખંડિતતા શબ્દ ઉમેરાયા હતા 1 - image


જવાહરલાલ નેહરુની સંવિધાનની પ્રસ્તાવના કે જે આમૂખ કહેવાય છે તે બંધારણનો ભાગ છે કે નહી તે અંગે વિવાદ થયો હતો. ૧૯૬૦માં સર્વોચ્ચ અદાલતે ટાંકયું કે પ્રસ્તાવનાએ બંધારણનો ભાગ નથી. જો કે તેમાં એ  વાતનો સ્વિકાર કરવામાં આવ્યો હતો કે સંવિધાનની કોઇ પણ અનુચ્છેદમાં એક શબ્દ અસ્પષ્ટ હોય કે તેના એક કરતા વધુ અર્થ થતા હોયતો પ્રસ્તાવનાને માર્ગદર્શક સિધ્ધાંત તરીકે ઉપયોગમાં લઇ શકાય છે.

૧૯૭૩માં કેશવાનંદ ભારતી કેસમાં  કોર્ટે પોતાનો ચૂકાદો બદલીને પ્રસ્તાવનાને બંધારણનો જ એક ભાગ ગણી હતી.તેને સંવિધાનના અનુચ્છેદ ૩૬૮ મુજબ સંશોધન કરી શકાય છે. જો કે સંવિધાનના મૂળ ઢાંચાને બદલી શકાય નહી.૧૯૭૬માં ૪૨માં સંશોધન અધિનિયમ હેઠળ તેમાં સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ શબ્દો સમાજવાદી,ધર્મ નિરપેક્ષ અને અખંડિતતા ઉમેરવામાં આવ્યા હતા.


Gujarat