Get The App

હિમાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદ, પૂરમાં 20-30 વાહનો તણાયા, ભૂસ્ખલનમાં એકનું મોત

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
હિમાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદ, પૂરમાં 20-30 વાહનો તણાયા, ભૂસ્ખલનમાં એકનું મોત 1 - image


Himachal Flash Flood: હિમાચલ પ્રદેશના શિમલાના રામપુરમાં ભારે વરસાદ વરસતા બે નાળામાં પૂર આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં 20-30થી વધુ ગાડીઓ નાળામાં તણાય હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ચંબા જિલ્લામાં ભૂસ્ખલનના કારણે એક વ્યકિતનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. 

શિમલાના રામપુરમાં પૂરની સ્થિતિ

મળતી માહિતી મુજબ, રામપુર પાસે કુલ્લુ જિલ્લામાં વિકાસ ખંડના નિરમંડની ગ્રામ પંચાયત જગાતખાનાના વિસ્તારોમાં શનિવારે (24 મે, 2025) ધોધમાર વરસાદ પડ્યો હતો. અતિભારે વરસાદને લઈને આ વિસ્તારમાં આવેલા બે નાળામાં અચાનક પૂર આવ્યું હતું. જ્યાં રસ્તા પર પાર્ક કરેલી અનેક ગાડીઓ પૂરના પાણીમાં તણાયને સતલુજ નદી પાસે જઈને પહોંચી હતી. જેમાં નદી કિનારે કેટલીક ગાડીઓ જોવા મળી હતી. જ્યારે વિસ્તારમાં આવેલા પોલીસ  સ્ટેશન નજીકના એક ઘરમાં પણ પૂરના પાણી ઘૂસી ગયા હતા.


ચંબા જિલ્લામાં ભૂસ્ખલન થતાં એકનું મોત

જ્યારે ચંબા જિલ્લામાં બજોલ-બાડા ભંગાલ રોડ પર આજે શનિવારે સવારે નિર્માણની કામગીરી દરમિયાન પહાડીમાંથી ભૂસ્ખલન થવાથી એક મજૂરનું મોત નીપજ્યું હતું. જ્યારે એક વ્યકિત ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ ચંબાના ધારટો ગામનો રહેવાસી લોકેન્દ્ર કુમાર હોવાનું જણાય છે. 

આ પણ વાંચો: ભારતમાં આઠ દિવસ વહેલું પહોંચ્યું ચોમાસું, કેરળમાં શરૂ થયો વરસાદ, 16 વર્ષમાં પહેલી વખત આવું બન્યું

તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે 24 મેના રોજ શિમલામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું હતું. જ્યારે 28 મે સુધી યલો ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશમાં આંધી તૂફાન અને વરસાદની આગાહી છે. 

Tags :