Get The App

હિમાચલમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં વાદળ ફાટવાથી 7 વાહનો દટાયા અને 7 વહી ગયા

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
હિમાચલમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં વાદળ ફાટવાથી 7 વાહનો દટાયા અને 7 વહી ગયા 1 - image


Heavy Rain In Himachal Pradesh : હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને તોફાન આવ્યું છે. કુલ્લુ જિલ્લાના નિર્મંદ તાલુકામાં વાદળ ફાટવાથી સાત વાહનો પાણીમાં તણાઈ ગયા હતા અને સાત વાહનો દટાઈ ગયા હતા. રામપુરમાં ભારે વરસાદ થયો હતો અને કરા પડ્યા હતા જેના કારણે કિન્નૌર તરફ જતા વાહનોને રોકવા પડ્યા હતા. હવામાન વિભાગે આજે સાત જિલ્લામાં વાવાઝોડાની આગાહી કરી છે અને 27 અને 28 મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપી છે.

હિમાચલ પ્રદેશમાં તોફાન અને મુશળધાર વરસાદ

હવામાન વિભાગની સાત જિલ્લામાં તોફાન અને કરા પડવાની ચેતવણી વચ્ચે, શનિવારે બપોરે હિમાચલ પ્રદેશની ઘણી જગ્યાએ તોફાન અને મુશળધાર વરસાદ પડ્યો છે. શનિવારે કુલ્લુ જિલ્લાના નિર્મંદ તહસીલના જગતખાના પંચાયતમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આના કારણે સાત વાહનો પાણીમાં ધોવાઈ ગયા, જ્યારે સાત વાહનો પાણીમાં દટાઈ ગયા છે. 

આ પણ વાંચો: VIDEO : મણિપુરમાં બસ પરથી નામ હટાવવા મુદ્દે બબાલ, દેખાવકારો-સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ટિયર ગેસના સેલ છોડાયા

જગતખાના અને આસપાસના અન્ય વિસ્તારોમાં વીજળી પુરવઠો બંધ થઈ ગયો છે. શનિવારે રાજ્યના ઊંચા શિખરો રોહતાંગ, શિંકુલા, કુન્ઝામ અને બારાલાચા પાસમાં હળવી હિમવર્ષા થઈ હતી, જ્યારે અન્ય સ્થળોએ તોફાન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે મહત્તમ તાપમાનમાં એક થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે.

Tags :