Get The App

માત્ર 0.85 ટકા વોટના કારણે હરિયાણામાં પલટાઈ ગઈ બાજી, નાના માર્જિનથી ભાજપે કઈ રીતે મળી મોટી જીત?

Updated: Oct 10th, 2024

GS TEAM

Google News
Google News
BJP



Haryana Election Result: હરિયાણા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરી હતી. જો કે, આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંનેને આશરે સરખા જ મતો મળ્યા હતા. આ બંને પક્ષોને મળેલા મતોમાં વધારે અંતર નહોતું. ભાજપને 48 બેઠકો સાથે 39.94 ટકા મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 37 બેઠકો સાથે 39.09 ટકા મત મળ્યા છે. આમ, ભાજપને કોંગ્રેસની સરખામણીમાં માત્ર 0.85 ટકા વધુ મત મળતા હરિયાણાની બાજી પલટાઇ ગઇ હતી. તો ચાલો જાણીએ માત્ર 0.85 ટકા જેટલા નાના માર્જિનથી ભાજપે કોંગ્રેસ કરતા 11 બેઠકો કઇ રીતે મેળવી. 

ભાજપને કુલ 55 લાખથી વધુ મત મળ્યા

હરિયાણાની વિધાનસભાની 90 બેઠકો માટે આ ચૂંટણીમાં ભાજપને કુલ 55,48,800 મત મળ્યા હતા, જે કુલ મતદાનના 39.94 ટકા છે. જ્યારે કોંગ્રેસને કુલ 54,30,602 મત મળ્યા હતા જે કુલ મતદાન ટકાવારીના 39.09 ટકા છે. આમ ભાજપે કોંગ્રેસની સરખામણીમાં 1,18,198 વધુ મત મેળવ્યા હતા. જેના પરીણામે ભાજપને કોંગ્રેસ કરતા 11 બેઠકો વધુ મળી હતી.  આ ઉપરાંત અપક્ષ ઉમેદવારોને 16,17,249 એટલે કે કુલ 11.64 ટકા મત સાથે ત્રણ બેઠકો પર જીત મળી હતી. જ્યારે ઇનેલોએ 5,75,192 એટલે કે 4.14 ટકા મત મેળવી બે બેઠકો પર જીત હાંસલ કરી હતી. 

આ પણ વાંચોઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જાતિ સમીકરણો બદલાયા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

આમ આદમી પાર્ટીનું નબળું પ્રદર્શન

આમ આદમી પાર્ટી હરિયાણામાં એક પણ બેઠક પર જીત મેળવી શકી નહોતી, પરંતુ તેને કુલ 2,48,455 એટલે કે કુલ 1.79 ટકા મત મળ્યા હતા. કેટલાક રાજકીય નિષ્ણાતો માને છે કે જો રાજ્યમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન હોત તો કોંગ્રેસને આટલા મતોનો લાભ મળી શકતો હતો અને કોંગ્રેસ કદાચ આપ સાથે મળીને સરકાર બનાવી શકી હોત. આ ઉપરાંત ભાજપના જૂના સહયોગી દુષ્યંત ચોટલાની જનનાયક જનતા પાર્ટીને 1,25,022 એટલે કે 0.90 ટકા મત મળ્યા હતા.

ભાજપની સ્થિતિ મજબૂત બની

નોંધનીય છે કે, વર્ષ  2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 40 બેઠકો સાથે કુલ મતદાન ટકાવારીના 36.49 ટકા મત મળ્યા હતા. જ્યારે આ વખતે ભાજપના વોટ બેંકમાં આશરે અઢી ટકાનો વધારો થયો છે અને પાછલી ચૂંટણીની સરખામણીમાં કુલ 8 બેઠકો વધુ મળી છે. આમ હરિયાણામાં ભાજપની સ્થિતિ મજબૂત બની છે.

આ પણ વાંચોઃ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય દળની બેઠક પૂર્ણ, સર્વાનુમતે ઓમર અબ્દુલ્લાના નામે મોહર લાગી


માત્ર 0.85 ટકા વોટના કારણે હરિયાણામાં પલટાઈ ગઈ બાજી, નાના માર્જિનથી ભાજપે કઈ રીતે મળી મોટી જીત? 2 - image

Tags :