Get The App

વરસાદ બાદ ગુરુગ્રામમાં ચક્કાજામ: કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હજારો વાહનો, આજે શાળા-ઓફિસ બંધ રાખવા નિર્દેશ

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
વરસાદ બાદ ગુરુગ્રામમાં ચક્કાજામ: કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હજારો વાહનો, આજે શાળા-ઓફિસ બંધ રાખવા નિર્દેશ 1 - image


Gurugram Rain Update: દિલ્હી-એનસીઆરમાં સવારથી જ વરસાદ ચાલુ રહ્યો. વરસાદને કારણે ગુરુગ્રામના ઘણા મુખ્ય રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના કારણે સેંકડો વાહનચાલકો અટવાઈ ગયા હતા. લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં ઘણા કલાકોનો વિલંબનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી-જયપુર હાઇવે પર ઇફ્કો ચોક ખાતે ભારે ટ્રાફિક જામ છે. પીક અવર્સ દરમિયાન સતત વરસાદને કારણે ખૂબ લાંબો ટ્રાફિક જામ થયો હતો. સેંકડો વાહનો એક જગ્યાએ ઊભા હતા અથવા ખૂબ જ ધીમે ધીમે આગળ વધતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ ભૂકંપગ્રસ્ત અફઘાનિસ્તાનને ભારતની મદદ : 1000 ફેમિલી ટેન્ટ, 15 ટન ખાદ્ય સામગ્રી મોકલાઈ

ભારે વરસાદથી લોકોને હાલાકી

વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. પરંતુ વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. સોમવારે (1 સપ્ટેમ્બર) સામાન્ય રીતે ઇફકો ચોક પર વાહનોની સંખ્યામાં વધારો જોવા મળે છે. લોકોને અડધો કલાક મુસાફરી કરવામાં ત્રણથી ચાર કલાકનો સમય લાગ્યો. દિલ્હીથી ગુરુગ્રામ જતા રસ્તા પર ભારે જામ હતો. લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા હતા.


સ્કૂલ-કૉર્પોરેટ ઓફિસને ઓનલાઇન વ્યવસ્થાની સલાહ

ગુરૂગ્રામ શહેરની સ્થિતિ વરસાદને કારણે ખરાબ થઈ ગઈ છે. માત્ર IFFCO ચોક જ નહીં, શહેરના મોટાભાગના રસ્તાઓ સાંજથી જ જામ થઈ ગયા હતા. ભારે વરસાદ વચ્ચે વહીવટીતંત્રે એક એડવાઇઝરી જાહેર કરી છે. DC અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ અજય કુમારે શાળા-કોર્પોરેટ ઓફિસોને ઓનલાઈન વ્યવસ્થા કરવા સલાહ આપી છે.

આ પણ વાંચોઃ TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. મંગળવાર માટે ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કોંગ્રેસે ભાજપ પર કર્યા પ્રહાર

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રાફિક જામનો વીડિયો શેર કરીને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું છે કે, '2 કલાક વરસાદ એટલે ગુરુગ્રામમાં 20 કિમી ટ્રાફિક જામ. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની રાજ્યના રસ્તાઓ પર નહીં પણ રાજ્યના હેલિકોપ્ટરમાં મુસાફરી કરે છે. આ જ કારણ છે કે આ ગુડગાંવના હાઇવેનો "હેલિકોપ્ટર શોટ" છે. આ ભાજપનું 'ટ્રિપલ એન્જિન મોડેલ' છે.'


Tags :