India

ખાડી યુદ્ધથી ભારતીય અર્થતંત્રને ફટકો, કોર સેક્ટરનો ગ્રોથ ત્રણ માસના તળિયે

By GS Team
22 Sep 20263 mins read
TukuTouch Logo
દેશના 9 કોર સેક્ટરનો વૃદ્ધિદર ઓગસ્ટમાં 4.8% સાથે 11 મહિનાના તળિયે પહોંચ્યો છે. વાણિજ્ય મંત્રાલય મુજબ, લોહખનીજ અને કોલસાના ઉત્પાદનમાં થયેલા સંકોચનથી મોટો ફટકો પડ્યો છે. ખાડી યુદ્ધ અને અપૂરતા વરસાદથી અર્થતંત્રની હાલત ખરાબ થઈ રહી છે. જો વરસાદ નહીં પડે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાડી યુદ્ધથી ભારતીય અર્થતંત્રને ફટકો, કોર સેક્ટરનો ગ્રોથ ત્રણ માસના તળિયે
  • ઓગસ્ટના અંતે દેશના નવ કોર સેક્ટરનો ગ્રોથ 4.8 ટકા
  • આયર્ન ઓર 4.9 ટકા સાથે 11 મહિનાના તળીયે, કોલસો, નેચરલ ગેસ, ક્રૂડ ઓઈલ પણ નેગેટીવ ઝોનમાં : દેશના 45 ટકા હિસ્સામાં હજી પણ અપૂરતો વરસાદ : પૂરતો વરસાદ નહીં પડે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે

Indian Economy and Middle east war : ખાડી યુદ્ધના કારણે ભારતીય અર્થતંત્રને જબરદસ્ત ફટકો પડી રહ્યો છે. તેના લીધે દેશના અર્થતંત્રની હાલત ખસ્તા થઈ રહી છે. દેશના નવ કોર સેક્ટરના ગ્રોથે પાઘડીનો વળ આવે છેડે એમ ઓગસ્ટમાં ત્રણ મહિનાની નીચે 4.8 ટકાનો વૃદ્ધિદર દર્શાવ્યો છે. કોર સેક્ટરમાં પણ લોહખનીજ અને કોલસાના ઉત્પાદનમાં થયેલા સંકોચનથી સૌથી મોટો ફટકો પડયો છે, એમ વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
જુલાઈમાં કોર સેક્ટરનો ગ્રોથ પાંચ ટકા હતો. ઓવરઓલ ઇન્ડેક્સ જુલાઈમાં ચાર મહિનાના નીચલા સ્તર જુલાઈના 120.8થી હળવો થઈ 119.2 થયો છે. આમ 1.32 ટકાના ઘટાડાના લીધે તેને વાર્ષિક ધોરણે પોઝિટિવ ટેરિટરીમાં રહેવામાં સફળતા મળી હતી. ઇન્ડેક્સમાં 4.9નો ભારાંક ધરાવતું લોહખનીજે ભાવાંકમાં નરમાઈ પાછળનું સૌથી મોટું પરિબળ છે. તેનો વૃદ્ધિદર ઓગસ્ટના અંતે 11 મહિનાના નીચલા સ્તર 5.5 ટકા થયો છે, જે જુલાઈમાં 29.5 ટકા હતો. જ્યારે સેક્ટર ઇન્ડેક્સ 104.8 ટકાથી ઘટીને 96.1 ટકા થયો.
આ ઉપરાંત ઇન્ડેક્સમાં 5.6 ટકાનો ભારાંક ધરાવતા કોલસાએ જુલાઈમાં 7.6 ટકાનું વિસ્તરણ બતાવ્યા પછી ઓગસ્ટમાં 3.8 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. આમ કોલસા સેક્ટર બે મહિનાની વૃદ્ધિ પછી ઓગસ્ટમાં નેગેટિવ ઝોનમાં સરકી ગયું હતું. જો કે ઓગસ્ટમાં કુલ નવમાંથી પાંચ કોર સેક્ટરે હકારાત્મક વૃદ્ધિ નોંધાવી હતી. સિમેન્ટ, ઇલેક્ટ્રિસિટી, લોહખનીજ, સ્ટીલ અને રિફાઇનરી પ્રોડક્ટ્સે વિસ્તરણ નોંધાવ્યું હતું. જ્યારે કોલસા, નેચરલ ગેસ, ક્રૂડ ઓઇલ અને ફર્ટિલાઇઝરમાં સંકોચન હતું. ઇન્ડેક્સમાં 30.9 ટકા જેટલો ભારાંક ધરાવતા વીજ સેક્ટરની વૃદ્ધિએ કોર સેક્ટરને રાહત આપી હતી. ઓગસ્ટમાં તેનો વૃદ્ધિદર 27 મહિનાની ઊંચી સપાટી 11.6 ટકા પર પહોંચ્યો હતો. જ્યારે જુલાઈમાં તે 8.4 ટકા હતો. આ વખતના આંકડા મહત્ત્વના એટલા માટે છે કેમકે 2011-12 નહીં પરંતુ 2022-23ના વર્ષને આધાર વર્ષ તરીકે ધ્યાનમાં લઈને ગણાયા છે. અગાઉની સીરીઝમાં આઠ સેક્ટર હતા અને નવી સીરીઝમાં આ વખતે લોહખનીજનો ઉમેરો થયો છે.
આમ એપ્રિલથી ઓગસ્ટના સમયગાળા દરમિયાન ઇન્ડેક્સ 4.3 ટકાના દરે વૃદ્ધિ પામ્યો છે તેમ કહી શકાય. આ આંકડો ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં બમણો છે. આ ઉપરાંત ઓગસ્ટમાં કુલ નવમાંથી પાંચ સેક્ટરોની કામગીરી અત્યંત નબળી છે. આ બતાવે છે કે ભારતીય અર્થતંત્ર પર મંદીના ડાકલા ધૂણી રહ્યા છે. તેમા પણ જો ચોમાસુ ગયું તો સ્થિતિ વધુ વણસી શકે છે. આજે પણ દેશના લગભગ અડધા હિસ્સામા પૂરતો વરસાદ પડયો નથી. હવે જે બાકીના દિવસોમાં પણ પૂરતો વરસાદ ન આવે તો ખેડૂતોને ફટકો પડતા દેશના ગ્રામીણ અર્થતંત્રને ફટકો વાગશે અને તેની સીધી અસર દિવાળીની ખરીદીમાં દેખાશે.