જીએસટીની આવક રૂ. બે લાખ કરોડ : ઓગસ્ટ 2025 કરતાં 14.8 ટકા વધુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઘરેલું લેવડદેવડ અને આયાતમાં વૃદ્ધિથી જીએસટી કલેક્શનમાં વધારો
- ટેરિફનાં પડકારો અને પશ્ચિમ એશિયા કટોકટી છતાં બીજા કવાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિઓ અને વપરાશ મજબૂત બની રહી
નવી દિલ્હી : ઘરેલુ લેવડદેવડ અને આયાતમાં વૃદ્ધિને કારણે ઓગસ્ટમાં કુલ જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે ૧૪.૮ ટકા વધીને લગભગ ૨ લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે.
ઓગસ્ટનાં જીએસટી કલેક્શનનાં આંકડા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નાં જૂન કવાર્ટરનાં જીડીપી આંકડા જાહેર કરવામાં આવ્યાના બીજા દિવસે જાહેર કરવામાં આવ્યા છે. જૂન કવાર્ટરમાં જીડીપી ૭.૮ ટકા રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ટેરિફનાં પડકારો અને પશ્ચિમ એશિયા કટોકટી છતાં બીજા કવાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિઓ અને વપરાશ મજબૂત બની રહી છે.
ડોમેસ્ટિક લેવડદેવડથી થનારી આવક ૯.૩ ટકા વધીને ૧.૩૭ લાખ કરોડ રૂપિયાથી વધુ ગઇ છે. જ્યારે આયાતથી થનારી આવક ૨૯ ટકા વધીને ૬૨,૬૦૪ કરોડ રૂપિયા થઇ ગઇ છે.
આ સાથે જ ઓગસ્ટમાં કુલ જીએસટી આવક ૧,૯૯,૮૫૩ કરોડ રૂપિયા રહી છે. ઓગસ્ટ દરમિયાન કુલ સેન્ટ્રલ જીએસટી ૩૮,૪૧૩ કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી ૪૬,૩૧૬ કરોડ રૂપિયા અને ઇન્ટીગ્રેટેડ જીએસટી ૧.૧૫ લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે.
ઓગસ્ટમાં રિફંડ ૬૮ ટકા વધીને ૩૧,૭૯૫ કરોડ રૂપિયા રહ્યું છે. મહિના દરમિયાન નેટ જીએસટી કલેક્શન ૧.૬૮ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે વાષિક ધોરણે ૮.૩ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કુલ જીએસટી કલેક્શન ૧૧ ટકા વધીને ૧૦.૪૩ લાખ કરોડ રૂપિયા થયું છે. નિષ્ણાતોનાં મતે આગામી મહિનાઓમાં તહેવારોને પગલે જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ થવાનો ટ્રેન્ડ યથાવત રહેવાની શક્યતા છે.
નિષ્ણાતોનાં જણાવ્યા અનુસાર અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, આસામ, છત્તીસગઢ, લદ્દાખ અને અંદામાન નિકોબાર જેવા રાજ્યોમાં જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ ઉત્સાહજનક રહી છે.
મે મહિનાની ગુજરાતની જીએસટીની આવક ૧૬ ટકા વધી ૭૨૬૨ કરોડ થઈ
ઓગસ્ટ ૨૦૨૬માં મૂલ્ય વર્ધિત વેરાની ગુજરાતની આવક રૃા. ૩૪૪૭ કરોડની થઈ
અમદાવાદ : ઓગસ્ટ માસમાં ગુજરાત સરકારની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવક ૨૮ ટકા વધીને રૃા. ૮૩૧૩ કરોડની થઈ છે. ૨૦૨૫ વર્ષના ઓગસ્ટ માસમાં થયેલી રૃા. ૬૪૭૦ કરોડની જીએસટીની આવક કરતાં ૨૮ ટકાનો વધારો દર્શાવે છે. રાષ્ટ્રીય કક્ષાએ ઓગસ્ટ ૨૦૨૬માં જીએસટીની આવકમાં ૧૪.૮ ટકાનો વધારો થયો છે. આમ રાષ્ટ્રીય આવકની તુલનાએ લગભગ બમણો વધારો ગુજરાતમાં જોવા મળ્યો છે.
તદુપરાંત મૂલ્ય વર્ધિત વેરા હેઠળ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પર લેવામાં આવતા વેટની ઓગસ્ટ ૨૦૨૬ની આવક રૃા.. ૩૦૪૭ કરોડની થઈ છે. જોકે વેટની આવકની તુલના કરવામાં આવી નથી. બીજીતરફ વિદ્યુત શુલ્કની આવ રુ. ૧૧૨૫ કરોડની થઈ છે. તેમ જ પ્રોફેશનલ ટેક્સની આવક રુ. ૨૨ કરોડની થઈ છે. આમ જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરાની મળીને ઓગસ્ટ માસમાં રૃા. ૧૨,૫૦૫ કરોડની આવક ગુજરાતમાં થઈ છે.




