Get The App

સરકારે ડાયાબિટીસ અને ઈન્ફેક્શન સહિત 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, જુઓ નવા ભાવ

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
સરકારે ડાયાબિટીસ અને ઈન્ફેક્શન સહિત 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, જુઓ નવા ભાવ 1 - image


Government Revises Prices Of 71 Medicines : કેન્દ્ર સરકારે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)  દ્વારા 71 આવશ્યક દવાઓના ભાવમાં ફેરફાર કર્યો છે, જેમાં કેન્સર, ડાયાબિટીસ, અલ્સર અને ગંભીર ચેપ માટેની દવાઓનો સમાવેશ થાય છે. નવા નિયમ હેઠળ, દવા ઉત્પાદક કંપનીઓ ફક્ત ત્યારે જ જીએસટી ઉમેરશે જ્યારે તેઓએ તે દવાની કિંમત પર જીએસટી ચૂકવ્યો હોય અથવા હજુ સુધી ચૂકવવાનો બાકી હોય.

NPPAએ નવા ભાવોનું જાહેર કર્યું નોટિફિકેશન

કેન્દ્ર સરકારે 71 આવશ્યક દવાઓના ભાવમાં ફેરફાર કર્યો છે, જેમાં કેન્સર, ડાયાબિટીસ, પેટના રોગો અને ગંભીર ચેપ માટેની દવાઓનો સમાવેશ થાય છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ) એ એક સૂચના જારી કરીને નવા ભાવોની જાહેરાત કરી છે. નોટિફિકેશન અનુસાર, હવે દવા ઉત્પાદક કંપનીઓ ફક્ત ત્યારે જ જીએસટી ઉમેરશે, જ્યારે તેઓએ તે દવાની કિંમત પર જીએસટી ચૂકવ્યો હોય અથવા ચૂકવવાનો બાકી હોય.

અલ્સર માટેની દવાનો ભાવ પ્રતિ ટેબ્લેટ 162.5 રૂપિયા

કેન્દ્ર સરકારે કેન્સર, અલ્સર અને ગંભીર ચેપ જેવા રોગો માટે ઘણી આવશ્યક દવાઓના ભાવ નક્કી કર્યા છે. ઉદાહરણ તરીકે, રિલાયન્સ લાઇફ સાયન્સની ટ્રાસ્ટુઝુમાબ દવા, જેનો ઉપયોગ સ્તન અને પેટના કેન્સરની સારવાર માટે થાય છે, તે હવે પ્રતિ શીશી (વોયલ) રૂપિયા 11,966માં ઉપલબ્ધ થશે. તે જ સમયે, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સની પેપ્ટિક અલ્સર માટેની દવા, જે ત્રણ અલગ અલગ દવાઓના મિશ્રણ દ્વારા બનાવવામાં આવે છે, તે હવે પ્રતિ ટેબ્લેટ રૂપિયા 162.5 માં ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, ગંભીર ચેપની સારવાર માટે વપરાતી કોમ્બીપેક દવા પ્રતિ શીશી રૂપિયા 626 ના ભાવે ઉપલબ્ધ થશે, જ્યારે બીજી સમાન દવા પ્રતિ શીશી રૂપિયા 515.5 ના ભાવે ઉપલબ્ધ થશે. આ કિંમતો નક્કી કરવાથી દર્દીઓને યોગ્ય કિંમતે જરૂરી દવાઓ મળી શકશે.

આ પણ વાંચો : વિદ્યાર્થીઓ માટે વિશ્વના ટોપ-150 શહેરોની યાદી જાહેર, ભારતના આ ચાર રાજ્યોને મળ્યું સ્થાન

ડાયાબિટીસની દવાઓના ભાવમાં ફેરફાર

NPPA નોટિફિકેશનમાં 25 એન્ટી-ડાયાબિટીક દવાઓના નવા ભાવ પણ સામેલ છે, જેમાં સીટાગ્લિપ્ટિન હોય છે. આ સાથે, એમ્પાગ્લિફ્લોઝિન ધરાવતી ઘણી એન્ટી-ડાયાબિટીક સંયોજન દવાઓના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ) એ એવી સંસ્થા છે જે ભારતમાં દવાઓના મહત્તમ છૂટક ભાવ નક્કી કરે છે, જેથી દવાઓ સસ્તી અને બધા માટે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે.

દવા વેચનાર માટે નવા નિયમો

ફેબ્રુઆરીમાં, એનપીપીએએ આદેશ આપ્યો હતો કે દવા ઉત્પાદકો તેમની નવી કિંમત યાદી દવા વેચનાર, રાજ્યના દવા નિયંત્રકો અને સરકાર સાથે શેર કરે. તેનો હેતુ દવાના ભાવમાં પારદર્શિતા વધારવાનો છે. એનપીપીએના આદેશ મુજબ, દરેક દવા વેચનાર અને ડીલરએ તેમની દુકાન અથવા ઓફિસમાં કિંમતોની નવી યાદી સ્પષ્ટ અને સરળતાથી જોઈ શકાય તેવી જગ્યાએ પ્રદર્શિત કરવાની રહેશે, જેથી ગ્રાહકો સરળતાથી જોઈ શકે કે એનપીપીએ દ્વારા નક્કી કરાયેલા ભાવે દવાઓ ઉપલબ્ધ છે કે નહીં.આ નિયમ ઓનલાઈન દવા વેચનારાઓને પણ લાગુ પડે છે.

આ પણ વાંચો : મંત્રી શિરસાટ, ધારાસભ્ય ગાયકવાડના કાંડ બાદ શિંદે આક્રમક ! કહ્યું, ‘કાર્યવાહી કરવા મજબૂર ન કરો’

Tags :