India

સ્વચ્છ ભારત મિશનની ડેડલાઈન ચૂકી ગઈ સરકાર: દેશમાં હજુ પણ કચરાના 1200 પહાડ યથાવત્, સમયમર્યાદા લંબાવાઈ

By GS Team
12 Nov 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે દેશભરના શહેરોમાંથી કચરાના ડુંગરો હટાવવાના સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 લક્ષ્યાંકમાં ફરી વિલંબ કર્યો છે. અગાઉ ઑક્ટોબર 2026ની સમયમર્યાદા હવે ડિસેમ્બર 2027 સુધી લંબાવવામાં આવી છે. દેશમાં 4,632 એકર વિસ્તારમાં 1,139 લાખ ટન જૂનો કચરો હજુ પણ અસ્તિત્વમાં છે. 2,607 ડમ્પસાઇટ્સમાંથી માત્ર 1,402ની સફાઈ પૂર્ણ થઈ છે, જ્યારે 148 સ્થળોએ કોઈ પ્રગતિ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્વચ્છ ભારત મિશનની ડેડલાઈન ચૂકી ગઈ સરકાર: દેશમાં હજુ પણ કચરાના 1200 પહાડ યથાવત્, સમયમર્યાદા લંબાવાઈ

Swachh Bharat Mission 2027 : દેશભરમાં શહેરોના કચરાના ડુંગરો દૂર કરવાના કેન્દ્ર સરકારના લક્ષ્યાંકમાં ફરી વિલંબ થયો છે. સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 હેઠળ તમામ જૂના લેન્ડફિલ સાઇટ્સ (કચરાના ડમ્પિંગ ગ્રાઉન્ડ) દૂર કરવાની સમયમર્યાદા ઓક્ટોબર 2026 નક્કી કરવામાં આવી હતી. જોકે, હવે આ લક્ષ્યાંક ડિસેમ્બર 2027 સુધી લંબાવવામાં આવ્યો છે. દેશનાં વિવિધ શહેરોમાં હજુ પણ 1,139 લાખ ટન જૂનો કચરો 4,632 એકર વિસ્તારમાં ફેલાયેલો છે.

2,607 ડમ્પસાઇટમાંથી માત્ર 1,402ની સફાઈ પૂર્ણ

સ્વચ્છ ભારત મિશનના ડેશબોર્ડના આંકડા અનુસાર, દેશમાં કુલ 2,607 જૂની ડમ્પસાઇટ્સ છે. તેમાંથી અત્યાર સુધીમાં 1,402 સ્થળોએ કચરો દૂર કરવાની કામગીરી સંપૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે 1,057 સ્થળોએ કામગીરી હજુ ચાલુ છે. બીજી તરફ, બાકીની 148 સાઇટ્સ પર કોઈ પ્રગતિ નોંધાઈ નથી. દેશભરમાં જૂની ડમ્પસાઇટ્સ પર કુલ 3,135 લાખ ટન કચરો 15,545.05 એકર વિસ્તારમાં ફેલાયેલો હતો. તેમાંથી અત્યાર સુધીમાં 64 ટકા કચરાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. જ્યારે કુલ જમીનમાંથી 70 ટકા વિસ્તાર ફરી ઉપયોગમાં લેવા માટે મુક્ત કરાવવામાં આવ્યો છે.

લાખો ટન કચરો હજી પણ યથાવત્

જોકે, હજુ પણ 1,139 લાખ ટન કચરો 4,632 એકર વિસ્તારમાં પડ્યો છે. આ કચરો દૂર કરવો સરકાર માટે મોટો પડકાર બની રહ્યો છે. માર્ચ 2027 સુધીમાં મોટા ભાગનાં સ્થળોની સફાઈ સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0ની શરૂઆત વર્ષ 2021માં કરવામાં આવી હતી. આ મિશનનો સમયગાળો 1 ઑક્ટોબર 2026 સુધીનો હતો. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે પાંચ વર્ષના સમયગાળામાં દેશનાં તમામ શહેરોમાં જૂના કચરાના ડમ્પિંગ ગ્રાઉન્ડ દૂર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.

બાકી તમામ ડમ્પિંગ સાઇટ્સને 2027 સુધીમાં સાફ કરવામાં આવશે

જોકે, કામગીરી અધૂરી રહેતાં મિશનનો સમયગાળો માર્ચ 2027 સુધી લંબાવવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાકી રહેલી મોટાભાગની જૂની ડમ્પસાઇટ્સ માર્ચ 2027 સુધીમાં સાફ થઈ જશે. પરંતુ કેટલીક જગ્યાએ કામગીરી પૂર્ણ કરવામાં વધુ સમય લાગશે. આથી તમામ જૂના લેન્ડફિલ્સ દૂર કરવાની નવી સમયમર્યાદા ડિસેમ્બર 2027 નક્કી કરવામાં આવી છે. આમ, દેશનાં શહેરોમાં વર્ષોથી એકઠા થયેલા કચરાના ડુંગરો દૂર કરવાના કેન્દ્ર સરકારના લક્ષ્યાંક માટે હવે વધુ એક વર્ષથી વધુ સમય લાગશે.