Get The App

ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા મામલે બિહાર પોલીસનો ચોંકાવનારો ખુલાસો, જાણો શું હતો વિવાદ

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા મામલે બિહાર પોલીસનો ચોંકાવનારો ખુલાસો, જાણો શું હતો વિવાદ 1 - image

Gopal Khemka: ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા કેસ બિહાર પોલીસે  ઉકેલી નાખ્યો છે. બિહાર પોલીસે જણાવ્યું હતું કે ગોપાલ ખેમકાની હત્યા જમીન વિવાદને કારણે થઈ હતી. આ કેસનો માસ્ટરમાઇન્ડ અશોક સાવ હતો. તેણે દોઢ મહિના પહેલા હત્યાનું કાવતરું ઘડ્યું હતું. મંગળવારે ડીજીપી વિનય કુમાર, એડીજી ઓપરેશન કુંદન કૃષ્ણન, પટણા રેન્જ આઈજી જીતેન્દ્ર રાણા, એસએસપી કાર્તિકેય શર્મા, સિટી એસપી સેન્ટ્રલ દીક્ષાએ સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આવો જાણીએ બિહારની આ હાઇપ્રોફાઇલ હત્યા અંગે પોલીસે શું ખુલાસો કર્યો છે. 

આ પણ વાંચો: VIDEO : તમિલનાડુમાં બે ભયાનક અકસ્માત, ટ્રેને સ્કૂલ વાનને તો મિની ટ્રકે કારને ફંગોળી, કુલ 7 મોત, 5ને ઈજા

ગોપાલ ખેમકાની હત્યામાં વપરાયેલું બાઇક મળી આવ્યું હતું

બિહાર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, એસટીએફની મદદથી પટણા પોલીસ ટેકનિકલ સંશોધન અને સીસીટીવી ફૂટેજના આધારે સૌ પ્રથમ ગુનો કરનાર વ્યક્તિનો પીછો કરીને તેના ઠેકાણે પહોંચી હતી. જ્યાંથી ગોપાલ ખેમકાની હત્યામાં વપરાયેલું બાઇક મળી આવ્યું હતું.  જ્યારે આસપાસના લોકોને બાઇકના માલિક વિશે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે આ બાઇક ઉમેશ યાદવની છે. જે સામેના ઘરમાં રહે છે. જ્યારે ઉપરોક્ત ઘરની તલાશી લેવામાં આવી ત્યારે ઘટના સમયે પહેરેલા શર્ટ, જૂતા, હેલ્મેટ, માસ્ક વગેરે મળી આવ્યા. આ પછી ઉમેશ યાદવને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યો. 

'પોલીસે ઉમેશ યાદવની પૂછપરછ કરી ત્યારે...'

પોલીસે ઉમેશ યાદવની પૂછપરછ કરી તે દરમિયાન તેણે ગોપાલ ખેમકાની હત્યાનો સ્વીકાર કર્યો હતો. ઘટનામાં વપરાયેલ હથિયાર અને ગોળી વિશે પૂછવામાં આવતા તેણે કહ્યું કે, 'ઘટના બાદ મેં હથિયારો મારા સામેના ઘરના પહેલા માળે છુપાવી દીધા હતા.' તેની માહિતીના આધારે પહેલા માળે રુમની તપાસ કરતાં 7.62 MM ના 56 રાઉન્ડ જીવંત કારતૂસ, 9 MM ની પિસ્તોલ, બે મેગેઝિન અને 14 ગોળીઓ મળી આવી હતી.

4 લાખ રૂપિયામાં લીધી હતી સુપારી 

પોલીસ પૂછપરછ દરમિયાન ઉમેશ યાદવે જણાવ્યું હતું કે, 'ઘટનાને અંજામ આપવા માટે 4 લાખ રૂપિયામાં સુપારી લીધી હતી. જેમાં 50 હજાર રૂપિયા એડવાન્સ તરીકે લીધા હતા અને બાકીની રકમ ઘટનાના બીજા દિવસે ગંગાપથ પર અશોક સાઓ દ્વારા આપવામાં આવ્યા હતા. તે લગભગ દોઢ વર્ષ પહેલા બિહાર શરીફમાં એક લગ્ન સમારંભમાં અશોક સાઓ સાથે મળ્યો હતો. ત્યારથી હું તેમના માટે નાના કામો કરતો હતો. 

પટણા એસએસપીએ જણાવ્યું હતું કે,'લગભગ દોઢ મહિના પહેલા અશોક સાવએ ગોપાલ ખેમકાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. અશોક સાવને ગોપાલ ખેમકાને મારવા માટે શૂટર અને હથિયારની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી ઉમેશ યાદવે શૂટર વિકાસ ઉર્ફે રાજાનો સંપર્ક કર્યો. વિકાસે ચાર લાખની સુપારી માંગી હતી. પરંતુ બાદમાં ઉમેશે પોતે ગોપાલ ખેમકાને ગોળી મારવાનું નક્કી કર્યું. આ પછી અશોક સાવએ ઉમેશનું 9 એમએમ હથિયાર, બે મેગેઝિન અને 18 ગોળીઓ લાવી આપી હતી. ગોપાલ ખેમકાના ફોટો અને વાહનનો રજિસ્ટ્રેશન નંબર પણ આપ્યો હતો.

કેમ હત્યા કરવામાં આવી

સમગ્ર મામલે પટણા પોલીસે જણાવ્યું કે, લગભગ 10 દિવસ સુધી આરોપીએ ગોપાલ ખેમકાના દિનચર્યા વિશે માહિતી લીધી. જેમાં આરોપીને જાણવા મળ્યું કે, તે દરરોજ સાંજે 8 વાગ્યે બાંકીપુર ક્લબ જાય છે અને રાત્રે લગભગ 11:30 વાગ્યે પોતે કાર ચલાવીને ઘરે પાછો ફરે છે. ક્લબમાંથી નીકળતી વખતે તેઓ તેમના મિત્ર સુદેશ સરીનને બાકરગંજ વળાંક પર છોડીને તેમના ઘરે પરત આવી જાય છે. ત્યાર બાદ 4 જુલાઈના રોજ સવારે લગભગ 11.30 વાગ્યે જ્યારે તેઓ બાંકીપુર ક્લબ પહોંચ્યા, ત્યારે તેણે ગોપાલ ખેમકાની કાર ત્યાં પાર્ક કરેલી જોઈ અને તરત જ તેમના નિવાસસ્થાન પહોંચી ગોપાલ ખેમકાના આવવાની રાહ જોવા લાગ્યા. 

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ પર આપત્તિજનક ટીપ્પણી કરવા બદલ ખડગે પર ભાજપના આકરા પ્રહારો, માફીની કરી માગ

થોડીવારમાં ગોપાલ ખેમકા પોતાની કાર ચલાવીને તેમના એપાર્ટમેન્ટના ગેટ પર રોકાયા. ત્યારે મોકો જોઈ ઉમેશે તેમને ગોળી મારી દીધી હત્યા કરી ત્યાથી ફરાર થઈ તેના ઘરે પહોંચી ગયો અને ઉપરના રૂમમાં હથિયાર છુપાવી દીધા. બીજા દિવસે અશોક સાઓએ સુપારીની બાકીની રકમ લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા ઉમેશને આપી. એ પછી ઉમેશ યાદવે આપેલી માહિતી પર ઉદયગીરી એપાર્ટમેન્ટની તપાસ કરવામાં આવી અને એક ફ્લેટમાંથી સાડા છ લાખ રૂપિયા અને એક પિસ્તોલ, 17 જીવતા કારતૂસ, જમીનના કેટલાક કાગળો, મોબાઈલ અને અન્ય કેટલીક વસ્તુઓ મળી આવી હતી. ત્યાંથી અશોક સાઓની ધરપકડ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન અશોક સાઓએ જણાવ્યું કે, જમીન અને બાંકીપુર ક્લબ વચ્ચેના વિવાદને કારણે ગોપાલ ખેમકાની હત્યા કરવામાં આવી હતી.'