Get The App

ભાજપના ધૂરંધર નેતા જેમનો 100% સ્ટ્રાઈક રેટ, 46માંથી 46 બેઠકો જીતી ઉદ્ધવ જૂથને ધૂળ ચટાડી!

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
Maharashtra Minister Girish Mahajan


(IMAGE - IANS)

Maharashtra Minister Girish Mahajan: ઉત્તર મહારાષ્ટ્રના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાનો એકહથ્થુ દબદબો સાબિત કર્યો છે. આ જીતના અસલી માસ્ટરમાઇન્ડ મંત્રી ગિરીશ મહાજન રહ્યા છે, જેમના નેતૃત્વમાં ભાજપે જલગાંવ મહાનગરપાલિકામાં ઇતિહાસ રચી દીધો છે. ભાજપે જલગાંવની તમામ 46માંથી 46 બેઠકો જીતીને 100% સ્ટ્રાઈક રેટ સાથે વિરોધ પક્ષોનો સફાયો કરી નાખ્યો છે. આ જીત સાથે જ ઉદ્ધવ ઠાકરે જૂથ(UBT) જલગાંવમાં સંપૂર્ણપણે હાંસિયામાં ધકેલાઈ ગયું છે.

ગિરીશ મહાજનની વ્યૂહરચના

ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવ, ધુલે અને નાસિક એમ ત્રણેય મહાનગરપાલિકાઓની જવાબદારી ગિરીશ મહાજનને સોંપવામાં આવી હતી. તેમની સચોટ પ્લાનિંગ અને ચૂંટણી વ્યવસ્થાપનને કારણે ભાજપ આ ત્રણેય શહેરોમાં સત્તા સ્થાપવા તરફ આગળ વધી રહ્યું છે.

નિર્વિરોધ વિજય

જલગાંવમાં ચૂંટણી પહેલા જ ભાજપ અને શિંદે જૂથની પકડ એટલી મજબૂત હતી કે કુલ 12 ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા, જેમાં ભાજપના 6 અને શિંદે જૂથના 6 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઘટનાએ વિપક્ષની નબળી સ્થિતિની પહેલેથી જ સાબિતી આપી દીધી હતી.

આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેની એ ભૂલ જેણે BMCની સત્તા છીનવી, નહીંતર પરિણામ કંઇક જુદા જ હોત!

ધુલે અને નાસિકમાં પણ કેસરીયો

માત્ર જલગાંવ જ નહીં, પરંતુ ધુલેમાં પણ ભાજપ 50થી વધુ બેઠકો પર આગળ છે. તેવી જ રીતે નાસિક મહાનગરપાલિકામાં પણ 70થી વધુ બેઠકો પર મજબૂત લીડ મેળવીને ભાજપે નિર્ણાયક વિજય તરફ કદમ વધાર્યા છે.

એકંદરે, જલગાંવથી લઈને નાસિક સુધી ભાજપની આ સફળતા ઉત્તર મહારાષ્ટ્રના રાજકારણમાં ગેમ-ચેન્જર સાબિત થઈ છે. ગિરીશ મહાજનની આક્રમક રણનીતિ સામે વિપક્ષી ગઠબંધન ક્યાંય ટકી શક્યું નથી અને સમગ્ર વિસ્તારમાં ભાજપનો કેસરીયો લહેરાયો છે.

ભાજપના ધૂરંધર નેતા જેમનો 100% સ્ટ્રાઈક રેટ, 46માંથી 46 બેઠકો જીતી ઉદ્ધવ જૂથને ધૂળ ચટાડી! 2 - image