Get The App

રાયબરેલીમાં કદાવર નેતા સ્વામી પ્રસાદ મૌર્યને લાફો ઝીંકાયો, સમર્થકોએ આરોપીની કરી ધોલાઈ

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
રાયબરેલીમાં કદાવર નેતા સ્વામી પ્રસાદ મૌર્યને લાફો ઝીંકાયો, સમર્થકોએ આરોપીની કરી ધોલાઈ 1 - image


Swami Prasad Maurya News: ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો કરાયાની ઘટના બની છે. એક યુવકે માળા પહેરાવવાના બહાને મૌર્યને પાછળથી લાફો ઝીંકી દીધો હતો. આ દરમિયાન સમર્થકોની ભીડે આરોપી યુવકને પકડી પાડ્યો અને તેની જોરદાર રીતે ધોલાઈ કરી હતી. ઘટનાસ્થળે હાજર પોલીસે આરોપીને હેમખેમ લોકોની ભીડથી બચાવ્યો હતો. હાલમાં આ ઘટનાને લઈને માહોલ ગરમાયેલો છે.

આરેસએસએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી પ્રસાદ મૌર્ય બુધવારે રાયબરેલી પહોંચ્યા હતા. અહીં કેટલાક સમર્થકો ફૂલ-માળા લઈને તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. ત્યારે એક યુવકે ભીડમાં ઘૂસીને તેમને લાફો ઝીંકી દીધો હતો. આ ઘટનાથી કદાવર નેતાના સમર્થકો ભડક્યા હતા અને તેમણે આરોપી યુવક સાથે મારપીટ શરુ કરી દીધી હતી. 



મૌર્યએ કહ્યું કે આ સરકારી ગુંડાઓની હરકત 

તેના પર લાત-ફેંટો અને દંડાવાળી કરી હતી. આરોપી યુવક ઘાયલ થઈ ગયો હતો ત્યારે પોલીસે વચ્ચે પડીને તેને બચાવવો પડ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રાયબેરલીમાં આ હુમલો કરાયો હતો. ઘટના બાદથી સ્થિતિ તંગદિલીપૂર્ણ બની હતી. આ મામલે મળતી માહિતી અનુસાર હુમલાખોર કરણી સેનાનો સભ્ય હોવાનો જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી. મૌર્યએ આ મામલે સરકારને ઘેરતાં કહ્યું કે આ સરકારી ગુંડા છે. કરણી સેનાના લોકો છે. હું લખનઉથી ફતેહપુર જઈ રહ્યો હતો ત્યારે રાયબરેલીમાં રોકાયો હતો ત્યારે આ ઘટના બની.


Tags :