2.5 કરોડના નોટ-સિક્કાથી શણગારાયું આ ગણેશ મંદિર, શ્રદ્ધા સાથે દેશભક્તિ છલકાઈ, દેખાઈ ચંદ્રયાનની તસ્વીરો
બેંગ્લોરના શ્રી સત્ય ગણપતિ મંદિરમાં ભક્તોએ સિક્કાઓ અને નોટો દ્વારા બાપ્પાને શણગાર્યા
દરેક મૂલ્યની કરન્સીનો કરવામાં આવ્યો છે ઉપયોગ
Image Twitter |
તા. 19 સપ્ટેમ્બર 2023, મંગળવાર
ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે. વિવિધ જગ્યાએ ગણપતિ બાપ્પાની પંડાલ શણગારીને સુંદર ગણપતિની મુર્તિને સ્થાપિત કરવામાં આવતી હોય છે. આવી જ એક પંડાલ બેંગ્લોરના શ્રી સત્ય ગણપતિ મંદિરમાં ભક્તોએ સિક્કાઓ અને નોટો દ્વારા બાપ્પાને શણગાર્યા છે. અને તે પણ 1-2 લાખ નહી પરંતુ પુરા 2.5 કરોડ રુપિયાના ખર્ચે શણગારવામાં આવ્યા છે. ખરેખર તેની ડિઝાઈન જોઈ કોઈ પણ મંત્રમુગ્ધ થઈ જાય છે. આ સાથે પંડાલમાં ચંદ્રની જમીન પર ઉતરેલા વિક્રમ લેન્ડર અને ચંદ્રયાનની તસ્વીરો પણ જોવા મળી રહી છે.
દરેક મૂલ્યની કરન્સીનો કરવામાં આવ્યો છે ઉપયોગ
મંદિરના ટ્રસ્ટીના કહેવા પ્રમાણે આ તમામ વ્યવસ્થા શ્રી સત્ય ગણપતિ શિરડી સાઈ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. પંડાલ અને બાપ્પાની મુર્તિ સજાવવા માટે 5,10 અને 20 રુપિયાના સિક્કા સિવાય 10,20, 50,100,200 અને 500 ની નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની કુલ કિંમત આશરે 2.5 કરોડ રુપિયા થાય છે. વધુમાં જણાવતાં તેમણે કહ્યું હતું કે આ તૈયાર કરવા માટે માત્ર રુપિયા જ નહીં પરંતુ સમય અને મહેનત પણ ઘણી કરવામાં આવી હતી. આ તૈયાર કરવા પાછળ લગભગ 150 કારીગરોની મહેનત છે. તેમજ આ સમગ્ર સજાવટ કરવા થતા એક મહિનાથી વધારેનો સમય લાગ્યો હતો.
![]() |
Image Twitter |
સુરક્ષા માટે પણ લોખંડી વ્યવસ્થા
બેગ્લોરના જેપી નગરમાં આવેલ આ સત્ય ગણપતિ મંદિરની સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટીઓના કહેવા પ્રમાણે મંદિરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, તે ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ પણ ગોઠવવામાં આવી છે.