2014 થી લઇને 2021 સુધીમાં પેટ્રોલ 30 રુપિયા અને ડીઝલ 36 રુપિયા પ્રતિ લીટર મોંઘુ થયું
નવી દિલ્હી, તા. 11 જૂન 2021, શુક્રવાર
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે સામાન્ય લોકોથી લઇને વિપક્ષી પાર્ટીઓ સરકારનો વિરોધ કરી રહી છે. દર વર્ષે પેટ્રોલ ડીઝલ મોંઘુ થઇ રહ્યું છે. છેલ્લા સાત વર્ષની વાત કરીએ તો દરમિયાન પેટ્રોલ અને ડિઝલમાં અનુક્રમે 30 અને 36 રુપિયાનો વધારો થયો છે. આ સાત વર્ષનો સમયગાળો 2014થી 2021નો છે. એટલે કે જ્યારથી દેશમાં ભાજપ સરકાર કેન્દ્રમાં આવી છે ત્યારથઈ આજ સુધી.
2014-15ના વર્ષમાં પેટ્રોલ 66 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ 50 રુપિયા પ્રતિ લીટરના ભાવે મળતું હતું. જ્યારે આજે 2021માં પેટ્રોલનો ભાવ 95 રુપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલનો ભાવ 86 રુપિયા પ્રતિ લીટર છે. તો દેશના કેટલાય એવા જિલ્લા છે, જ્યાં પેટ્રોલ 100 રુપિયાને પાર વેચાઇ રહ્યું છે.
સાત વર્ષમાં કેટલો ભાવ વધ્યો?
વર્ષ |
પેટ્રોલ (રુપિયા પ્રતિ લીટર) |
ડીઝલ (રુપિયા પ્રતિ લીટર) |
2014-15 |
66.09 |
50.32 |
2015-16 |
61.41 |
46.87 |
2016-17 |
64.70 |
53.28 |
2017-18 |
69.19 |
59.08 |
2018-19 |
78.09 |
69.18 |
2019-20 |
71.05 |
60.02 |
2020-21 |
76.32 |
66.12 |
11 જૂન, 2021 |
95.85 |
86.75 |