નવી દિલ્હી, 14 એપ્રિલ 2020 મંગળવાર
દેશમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વૃધ્ધિ જોવા મળી રહી છે, આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19નાં 1211 નવા કેસ નોંધાયા છે, તે ઉપરાંત 31 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
આરોગ્ય મંત્રાલયએ જણાવ્યું કે કોરોના વાયરસથી સંક્રમિત 1036 લોકો સાજા પણ થઇ ચુક્યા છે, કાલે જ દિવસમાં 179 લોકો સાજા થયા, અત્યાર સુધી 10363 કેસ નોંધાયા છે.
કાલે એક જ દિવસમાં 1011 લોકો પોઝિટિવ મળ્યા, ત્યાં જ દેશમાં કોરોના વાયરસથી મરનારાની સંખ્યા અત્યાર સુધીમાં 339 પહોંચી છે.
ICMRએ કહ્યું કે દેશભરમાં કોરોના વાયરસનાં અત્યાર સુધી 2 લાખ 31 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે, કાલે 21,635 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, કાલ સુધી કુલ 2 લાખ 31 હજાર 903 લોકોનો ટેસ્ટ થઇ ચુક્યો છે.
Fresh 1,211 coronavirus cases and 31 deaths reported in last 24 hours: Health Ministry
— Press Trust of India (@PTI_News) April 14, 2020


