Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના લખનઉથી એક ચોંકાવનારી અને ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. જ્યાં સ્કૂલ વાનચાલકે ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે બાળકી તેના ઘરે પહોંચી અને ઈશારા દ્વારા માતાને ઘટના વિશે જણાવ્યાબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલ માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, લખનઉના ઇન્દિરાનગરમાં આવેલી શાળાના વાનચાલકે ચાર વર્ષની માસૂમ બાળકીને સ્કૂલે લઈ જતી વખતે વાનમાં દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે બાળકી ઘરે પહોંચી ત્યારે માતાને આ સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. બાળકીનું નિવેદન સાંભળીને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. માતા તાત્કાલિક ફરિયાદ લઈને શાળામાં પહોંચી ગઈ. આ દરમિયાન આરોપી વાનચાલકે બાળકીની માતાને ધમકી આપી હતી અને શાળા મેનેજમેન્ટે પણ આ મામલે કોઈ કાર્યવાહી કરી ન હતી. જો કે,બાદમાં બાળકીની માતાએ ઈન્દિરાનગર પોલીસ સ્ટેશનમાં વાનચાલક મોહમ્મદ આરિફ અને મેનેજર સંદીપ કુમાર સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આરોપી મોહમ્મદ આરિફની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કરમાં 6ના દર્દનાક મોત
વાનચાલકે બાળકીને ડરાવી ધમકાવીને આ કૃત્યુ આચર્યું
માતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 'ઘટના સમયે બાળકી સ્કૂલ વાનમાં એકલી હતી. બાળકીએ મને ઈશારા દ્વારા વાનચાલકે આચરેલા કૃત્યુ વિશે જણાવ્યું હતું. ત્યારબાદ હું બાળકીને ડૉક્ટર પાસે લઈ ગઈ, જ્યાં ઈજાઓની પુષ્ટિ થઈ.' પોલીસના જણાવ્યા અનુસાર, વાનચાલકે બાળકીને ડરાવી ધમકાવીને આ કૃત્યુ આચર્યું હતું, જેના કારણે બાળકી ડરી ગઈ હતી. આરોપીએ બાળકીની માતાને ધમકી પણ આપી હતી કે જો તે ફરિયાદ કરશે તો તે બાળકીને ગાયબ કરી દેશે.'
આ સમગ્ર મામલે કાર્યવાહી કરતા પોલીસે આરોપીએ જે વાનચલાવી હતી તે પણ કબજે કરી લીધી છે. આ ઘટના અંગે ડીસીપી પૂર્વ ઝોન શશાંક સિંહે જણાવ્યું હતું કે, 'આરોપીની ધરપકડ કરની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.'


