India

યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કરમાં 6ના દર્દનાક મોત

By GS TEAM
19 Jul 20252 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશમાં શનિવારે (19મી જુલાઈ) વહેલી સવારે યમુના એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. દિલ્હીથી આગ્રા જઈ રહેલી હાઈ સ્પીડ ઈકો કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં પિતા અને બે પુત્રો સહિત 6 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. જ્યારે પત્ની અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહો કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તનો સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કરમાં 6ના દર્દનાક મોત
Representative image

UP Road Accident: ઉત્તર પ્રદેશમાં શનિવારે (19મી જુલાઈ) વહેલી સવારે  યમુના એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. દિલ્હીથી આગ્રા જઈ રહેલી હાઈ સ્પીડ ઈકો કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં પિતા અને બે પુત્રો સહિત 6 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. જ્યારે પત્ની અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહો કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તનો સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.  

ગેસ કટરથી કારના પતરા કાપીને મૃતદેહ બહાર કાઢ્યા

મળતી માહિતી અનુસાર, ટક્કર એટલી ગંભીર હતી કે ઈકો કાર કચ્ચરઘાણ વળી ગયો હતો. અંધારાને કારણે ઈજાગ્રસ્ત લોકો લાંબા સમય સુધી કારમાં ફસાયેલા રહ્યા, ત્યારબાદ પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે ગેસ કટરથી કારના પતરા કાપીને બધાને બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો: પ.બંગાળની કોર્ટનો મોટો ચુકાદો, 'ડિજિટલ એરેસ્ટ' કેસમાં 9 લોકોને જન્મટીપની સજા ફટકારી

મૃતકોની ઓળખ આગ્રાના હરલાલપુરાના રહેવાસી ધરમવીર અને તેના બે પુત્રો રોહિત અને આર્યન તરીકે થઈ છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના મુરેનાના બે સગા ભાઈ દલવીર અને પારસ તોમરના પણ મોત થયા છે. એકની ઓળખ હજુ સુધી થઈ નથી. ઈજાગ્રસ્તમાં ધરમવીરની પત્ની સોની અને પુત્રી પાયલનો સમાવેશ થાય છે. મૃતકોમાં બે પરિવારના લોકોનો સમાવેશ થાય છે. એક પરિવાર આગ્રાનો છે જ્યારે બીજો પરિવાર મધ્ય પ્રદેશના મુરેનાનો છે. આ મામલે પોલીસે સંબંધીઓને જાણ કરી છે.

ઈકો કારચાલકને ઝોકું આવતા અકસ્માત સર્જાયો

મથુરાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક શ્લોક કુમારે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઈકો કારચાલકને ઝોકું આવતા અકસ્માત સર્જ્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઈકો કાર દિલ્હીથી આગ્રા જઈ રહી હતી. કારમાં 9 લોકો હતા, જેમાંથી 6 લોકોના મોત થયા હતા. ઈજાગ્રસ્તોને આગ્રા રિફર કરવામાં આવ્યા છે.' મુખ્યમંત્રીએ પણ આ અકસ્માતની નોંધ લીધી છે અને  અધિકારીઓને ઈજાગ્રસ્તને સારી સારવાર આપવા જણાવ્યું છે.