India

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ફરી ચર્ચામાં, પેન્શન માટે કર અરજી, જાણો કેટલા રૂપિયા મળશે

By GS TEAM
30 Aug 20252 mins read
TukuTouch Logo
ભારતની પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજસ્થાન વિધાનસભામાં પેન્શન માટે અરજી કરી છે. ધનખડ 1993માં કોંગ્રેસની ટિકિટ પર અજમેર જિલ્લાના કિશનગઢ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ધારાસભ્ય હોવાના કારણે તેઓ વિધાનસભાની પેન્શન મેળવવાનો અધિકાર ધરાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ફરી ચર્ચામાં, પેન્શન માટે કર અરજી, જાણો કેટલા રૂપિયા મળશે

EX Vice President: ભારતની પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજસ્થાન વિધાનસભામાં પેન્શન માટે અરજી કરી છે. ધનખડ 1993માં કોંગ્રેસની ટિકિટ પર અજમેર જિલ્લાના કિશનગઢ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ધારાસભ્ય હોવાના કારણે તેઓ વિધાનસભાની પેન્શન મેળવવાનો અધિકાર ધરાવે છે. 

આ પણ વાંચોઃ મંદિરના પૈસા સરકારી નથી, ફક્ત દેવતાનો અધિકાર..', તમિલનાડુ સરકારને હાઈકોર્ટનો ઝટકો

42 હજાર માસિક પેન્શન

ધનખડ હાલ 74 વર્ષના છે. નિયમ અનુસાર, તેમને રાજસ્થાન વિધાનસભાથી લગભગ 42 હજાર માસિક પેન્શન મળશે. રાજસ્થાનમાં નેતાઓ માટે ડબલ અને ટ્રિપલ પેન્શનની વ્યવસ્થા છે. એટલે કે, જો કોઈ વ્યક્તિ સાંસદ અને ધારાસભ્ય બંને રહી ચુક્યા હોય તો તેમને બંનેની પેન્શન મળી શકે છે. આ જ કારણ છે કે, પૂર્વ નેતા એકસાથે અલગ-અલગ પદોની પેન્શન મેળવે છે. વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ પુષ્ટિ કરી હતી કે, ધનખડની પેન્શન અરજી વિધાનસભાને મળી છે અને તેના પર પ્રક્રિયા શરૂ છે. 

સ્વાસ્થ્યના કારણે રાજીનામું

નોંધનીય છે કે, જગદીપ ધનખડે તાજેતરમાં અચાનક જ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે 21 જુલાઈએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને પોતાના રાજીનામાની જાણકારી આપી હતી. પોતાના પત્રમાં તેમણે રાજીનામાનું કારણે સ્વાસ્થ્ય જણાવ્યું હતું. આ પગલાંથી દેશનું રાજકારણ ગરમાયું હતું કારણ કે, તેમનો કાર્યકાળ હજુ પૂર્ણ નહતો થયો.

આ પણ વાંચોઃ હ્યુમન GPS તરીકે ઓળખાતા 'સમંદર ચાચા' એન્કાઉન્ટરમાં ઠાર, 100 આતંકીઓની કરાવી હતી ઘૂસણખોરી

વિપક્ષનો સવાલ

જગદીપ ધનખડને લઈને સતત વિપક્ષ કેન્દ્ર સરકારને ઘેરતું રહે છે. ધનખડનો ઉલ્લેખ કરતા લોકસભામાં રાહુલ ગાંધીએ પણ સવાલ કર્યા હતા. તેમણે પૂછ્યું હતું કે, 'રાજ્યસભામાં જેમનો અવાજ ગૂંજતો હતો, તે અચાનક ચૂપ કેમ થઈ ગયા... સંપર્ણ રીતે ચૂપ! એ વાત બધા જાણે છે અને પૂછે છે કે, આખરે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ આખરે સંતાઇ કેમ ગયા? એવું તો શું થઈ ગયું કે, બહાર આવીને એક શબ્દ પણ નથી બોલી શકતા? વિચારો આપણે એવા કેવા સમયમાં જીવી રહ્યા છીએ?