For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિત 54 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ સમાપ્ત, તેમાં 9 તો કેન્દ્રીયમંત્રી

Updated: Apr 3rd, 2024

Article Content Image

Lok Sabha Elections 2024: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને 9 કેન્દ્રીય મંત્રી સહિત 54 સાંસદો રાજ્યસભામાંથી આજે નિવૃત્ત થઇ રહ્યાં છે અને તે પૈકી કેટલાક સંસદ ઉપલા ગૃહમાં પરત ફરશે નહીં. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 33 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યાં પછી આજે નિવૃત્ત થઇ રહ્યાં છે. તેમના સ્થાને સોનિયા ગાંધી પ્રથમ વખત રાજ્યસભામાં સાંસદ તરીકે એન્ટ્રી કરશે. દેશના અર્થતંત્રના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેનારા મનમોહન સિંહ પ્રથમ વખત 1991માં રાજ્યસભાના સાંસદ બન્યા હતાં. 

તેઓ 1991થી 1996 સુધી દેશના નાણામંત્રી અને 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યાં હતાં. 91 વર્ષીય મનમોહન સિંહની વર્તમાન ટર્મ પૂરી થતાં તેમના સ્થાને સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી પ્રથમ વખત રાજ્યસભામાં એન્ટ્રી કરશે. સાત કેન્દ્રીય મંત્રી શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, પશુપાલન અને મતસ્ય મંત્રી પરશોત્તમ રૂપાલા, આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખર, રાજય કક્ષાના વિદેશ મંત્રી વી મુરલીધરન, માઈક્રો અને નાના તથા મધ્યમ કદના મંત્રી નારાયણ રાણે અને રાજયકક્ષાના માહિતી અને પ્રસારણ મંત્રી  એલ મુરુગનની રાજ્યસભાની મુદ્દત મંગળવારે સમાપ્ત થઈ ગઈ છે.

કેન્દ્રીય પર્યાવરણમંત્રી ભુપેન્દ્રયાદવ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની રાજ્યસભાની મુદ્દત આજે સમાપ્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વૈષ્ણવ સિવાય કોઈને પણ રાજ્યસભાની ટિકિટને બદલે  લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. રાજ્યસભાના 49 સાંસદો મંગળવારે પાંચ આજે નિવૃત્ત થશે. સપાના જયા બચ્ચન પણ રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યાં છે. જો કે સપાએ સ્ટેટ કાઉન્સિલમાં ફરીથી નિમણૂક કરી છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ આજે નિવૃત્ત થઈ ગયા છે. જો કે તે હિમાચલ પ્રદેશમાંથી ચૂંટણી હારી ગયા હોવાથી રાજ્યસભામાં રિનોમિનેટ થશે નહીં.

Article Content Image

Gujarat