India

'જે થાય છે, સારું થાય છે', દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પર બોલ્યા અરવિંદ કેજરીવાલ

By GS TEAM
28 Aug 20253 mins read
TukuTouch Logo
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરૂવારે દિલ્હીમાં પોતાના ધારાસભ્યો અને કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. કેજરીવાલે પાર્ટીના જનપ્રતિનિધિઓને સંબોધિત કરતા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેમનો વિશ્વાસ ઈશ્વરમાં છે અને ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'જે થાય છે, સારું થાય છે', દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પર બોલ્યા અરવિંદ કેજરીવાલ

Former CM Arvind Kejriwal Big Statement: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરૂવારે દિલ્હીમાં પોતાના ધારાસભ્યો અને કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. કેજરીવાલે પાર્ટીના જનપ્રતિનિધિઓને સંબોધિત કરતા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેમનો વિશ્વાસ ઈશ્વરમાં છે અને ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે. આજે દિલ્હીની જનતાને તેમની સરકારની યાદ આવવા લાગી છે અને આજે ચૂંટણી થાય તો તમામ બેઠકો જીતી જઈશું.

દિલ્હીમાં આપની ત્રણ વખતની સરકારને હટાવીને સત્તામાં આવેલી ભાજપના કામકાજની ટીકા કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'દિલ્હીમાં છ મહિનાથી... હું ભગવાનમાં ખૂબ માનું છું. હું સમજું છું ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે. છ મહિનામાં તેમણે એવું કરી દીધું દિલ્હીમાં, કદાચ ભગવાન એજ બતાવવા ઇચ્છતા હતા કે આમ આદમી પાર્ટી વાળા કેટલા સારા હતા. આજે જનતા યાદ કરી રહી છે. મારી પાસે ઘણા લોકો આવે છે, કોઈ કહે છે કે આજે ચૂંટણી થાય તો 60 બેઠકો આવશે, કોઈ કહે છે કે 65 આવી જશે, કોઈ કહે છે કે તમામ 70 બેઠકો જીતી જશો.'

આ પણ વાંચો: બિલ પર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં અરજી ના કરી શકે રાજ્ય સરકાર: કેન્દ્રની દલીલ

કેજરીવાલે રેખા ગુપ્તાની સરકારની ટીકા કરતા કહ્યું કે, 'લુટીયન્સ દિલ્હીમાં પણ પાંચ-પાંચ વખત લાઈટ જાય છે. 10 વર્ષમાં વીજળી ગઈ નહોતી. તમામ ઇનવર્ટર વાળાઓની દુકાનો બંધ થઈ ગઈ હતી. ફરી ખોલાવી નાખી. હું લુટીયન્સ દિલ્હીમાં રહું છું, વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ભવનથી થોડે દૂર છે. મારા ઘરે રોજ 5-5 વખત વીજળી જાય છે. ક્યારેક અડધા કલાક માટે, તો ક્યારેક એક કલાક માટે. બાકી દિલ્હીના તો શું હાલ કરી નાખ્યા, આખી દિલ્હીમાં વીજળી ગુલ થઈ રહી છે. બાળકોની ફી વઘી દઈ, રોડ તૂટેલા પડ્યા છે. એક વરસાદમાં દિલ્હીના ખરાબ હાલ થઈ જાય છે. સીવર જામ પડ્યા છે, પાણી નથી આવી રહ્યું. ચોતરફ ઝૂંપડીઓ તોડી રહ્યા છે. ગરીબોનું જીવવું હરામ કરી નાખ્યું.'


કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સમજૂતી: કેજરીવાલ

આપ પ્રમુખે કહ્યું કે, 15 વર્ષમાં કોંગ્રેસનો જે હાલ થયો હતો, તે ભાજપ સરકારે 6 મહિનામાં કરી દીધા. 5 વર્ષ બાદ મોકો મળશે તેમને હટાવવાનો. તેમના આટલા નેતાની ધરપકડ થઈ જાય, કોંગ્રેસનો એક પણ નેતા શા માટે જેલ ન ગયા. નેશનલ હેરાલ્ડ કેસમાં અત્યાર સુધીમાં ગાંધી પરિવારના એક પણ વ્યક્તિને જેલ ન થઈ. 2014ની લોકસભા ચૂંટણી જીજાજીના નામ પર લડી અને જીતી ગયા પરંતુ તેના પર પણ કંઈ ન કરવામાં આવ્યું.


મફત વીજળી બંધ કરવા જઈ રહ્યા છે: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે પોતાના પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓએ આગામી ચૂંટણી સુધી જનતા વચ્ચે રહીને કામ કરવા કહ્યું. તેમણે કહ્યું કે, 'જનતા વચ્ચે રહો. મને ખબર છે કે આ વીજળીની સબસિડી ખતમ કરવા જઈ રહ્યા છે. દિલ્હીમાં જે ફ્રી વીજળી મળી રહી છે, આ તેમને તકલીફ આપી રહી છે. જનતા વચ્ચે રહો, જનતાના સુખ-દુઃખમાં કામ આવો. ભગવાને મેસેજ આપ્યો છે કે જ્યાં સુધી આગામી ચૂંટણી ન થાય, આગામી ચૂંટણીમાં ફરી સરકાર ચલાવવાનો મોકો મળશે. ત્યાં સુધી જનતા વચ્ચે રહીને કામ કરતા રહો.'

આ પણ વાંચો: ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ ગાંધી