Get The App

પહલગામ હુમલાથી લઈને સીઝફાયર સુધી... ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર સંસદીય સમિતિને જાણકારી આપશે વિદેશ સચિવ

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
પહલગામ હુમલાથી લઈને સીઝફાયર સુધી... ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર સંસદીય સમિતિને જાણકારી આપશે વિદેશ સચિવ 1 - image


India-Pakistan Conflict: વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આવતા અઠવાડિયે સંસદીય સમિતિને પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષ વિશે જાણકારી આપશે. વિદેશ મામલાની સ્થાયી સમિતિના સભ્યોએ સૂચિત કર્યું કે, મિસરી 19 મેના દિવસે આ અંગે જાણકારી આપશે.

ભારત-પાકિસ્તાન સીઝફાયર

વિક્રમ મિસરી સમિતિને ભારત અને પાકિસ્તાનના સંબંધમાં વર્તમાન વિદેશ નીતિમાં બદલાવ પર પણ જાણકારી આપશે. બંને પક્ષોએ 10 મેના દિવસે તમામ સૈન્ય કાર્યવાહીને રોકવા માટે કરાર કર્યો છે. 

આ પણ વાંચોઃ રાજકોટ-જામનગર સહિત અનેક શહેરોની એર ઈન્ડિયા-ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય

વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ

12 મેના દિવસે રાષ્ટ્રના નામે સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના ધ્વસ્ત આતંકવાદી ઠેકાણાનો શ્રેય ભારતની સેનાને આપ્યો અને એલાન કર્યું કે, 'વિશ્વ સમુદાયમાં કહેવા ઈચ્છું છે કે, પાકિસ્તા સાથે વાત થશે તો આતંકવાદ પર જ થશે. 

પાકિસ્તાન માટે ભવિષ્યમાં ભાપક સાથે કોઈપણ પ્રકારના સંપર્ક-સંબંધ માટે પહેલીવાર આટલું સ્પષ્ટ રૂપે ત્રણ શરતો નક્કી કરી દીધી. ભારત સાથે કાશ્મીર સહિતના મુદ્દા પર ત્રીજા દેશની મધ્યસ્થતામાં વાતચીતનું સપનું જોઈ રહેલા પાકિસ્તાનને વડાપ્રધાન મોદીએ બેબાક અંદાજમાં જણાવી દીધું કે, ભારતનો મત એકદમ સ્પષ્ટ છે. આતંકવાદ અને વ્યાપાર એકસાથે ન થઈ શકે તેમજ પાણી અને લોહી એકસાથે ન વહી શકે. સ્પષ્ટ છે કે વાટાઘાટો તો દૂરની વાત છે હાલ જે વ્યાપાર સ્થગિત છે તે પણ શરૂ નહીં થાય. 

આ પણ વાંચોઃ રોહિત શર્મા પછી હવે વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ: એક યાદગાર સફરનો અંત

જાણો ક્યારે શું થયું?

  • 22 એપ્રિલઃ પહલગામ આતંકવાદી હુમલો, જેમાં 26 લોકોના મોત નિપજ્યા.
  • 23 એપ્રિલઃ વડાપ્રધાન મોદીએ સાઉદી અરબની યાત્રા વચ્ચેથી જ સ્થગિત કરી દિલ્હી પહોંચ્યા. વડાપ્રધાનની આગેવાનીવાળી સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિએ પાકિસ્તાન સામં દંડાત્મક કાર્યવાહીનો નિર્ણય લીધો.
  • 24 એપ્રિલઃ બિહારના મધુબનીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહલગામ હુમલા માટે જવાબદાર લોકો અને તેના ષડયંત્રકારીઓેને તેમની કલ્પના બહારની સજા આપવામાં આવશે. 
  • 7 મેઃ ભારતીય શસસ્ત્ર દળોએ 1:05 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી ઓપરેશન સિંદૂર ચલાવ્યું. પાકિસ્તાન અને PoKમાં જમ્મુ-કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો. 
  • 7 મેની રાતઃ પાકિસ્તાને ભારતીય ઠેકાણા પર ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો. તમામ વિફળ રહ્યો. પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરમાં LoC (લાઇન ઑફ કંટ્રોલ) પર ગોળીબાર કર્યો.
  • 8 મેની રાતઃ પાકિસ્તાને લેહથી સરક્રીક સુધી 36 જગ્યાએ 300-400 ડ્રોન હુમલા કર્યા, જેનો હેતુ સૈન્ય ઠેકાણા અને નાગરિક ક્ષેત્રોને નિશાનો બનાવ્યો હતો. જોકે, તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા. ભારતીય સેનાએ તેને જડબાતોડ જવાબ આપ્યો હતો. 
  • 9 મેની રાતઃ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરથી લઈને ગુજરાત સુધી 26 જગ્યાને નિશાનો બનાવી ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો. એરપોર્ટ અને વાયુસેનાના ઠેકાણા સહિત મહત્ત્વપૂર્ણ સ્થાનોને નિશાનો બનાવવાનો પ્રયાસ કર્યો. જોકે, તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા. 
  • 10 મેઃ ભારતે પાકિસ્તાની સેનાના વાયુ સંરક્ષણ પ્રણાલીઓથી લઈને રડાર સાઇટ અને કમાન્ડ સેન્ટર સુધી આઠ પ્રમુખ ઠેકાણા પર હથિયારો અને મિસાઇલથી સટીક હુમલા કર્યાં. પાકિસ્તાની સૈન્ય સંચાલન મહાનિર્દેશક (DGMO)એ ભારતીય સમકક્ષને હૉટલાઇન પર ફોન કર્યો. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા દ્વારા મધ્યસ્થતા કરવા ગયેલા પૂર્ણ અને તત્કાલ સંઘર્ષ વિક્રમ મિસરીએ સાંજે 6 વાગ્યે સંઘર્ષ વિરામ પર સંમતિની જાહેરાત કરી. 
  • 11 મેઃ ભારતીય સેનાએ કહ્યું કે, સૈન્ય હુમલા દરમિયાન 35-40 પાકિસ્તાની સૈન્યકર્મીના મોત થયા. ભારતે પાકિસ્તાની લડાકૂ વિમાનને તોડી પાડ્યા હતા પરંતુ, સંખ્યા જાહેર કરવાનું ટાળ્યું.
  • 12 મેઃ ભારત અને પાકિસ્તાનના DGMO સાથે વાતચીત કરી. આ વાત પર સંમતિ થઈ કે, બંને પક્ષો સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકો ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવા પર વિચાર કરશે તે અંગે સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી. રાષ્ટ્રને સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર આતંકવાદ સામેની નવી નીતિ છે. ભારત પરમાણુ ધમકી સામે ઝૂકશે નહીં.
Tags :