Get The App

ટેરિફ વિવાદ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અમેરિકાના પ્રવાસે, વોશિંગ્ટનમાં યોજાશે મહત્ત્વની બેઠક

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
ટેરિફ વિવાદ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અમેરિકાના પ્રવાસે, વોશિંગ્ટનમાં યોજાશે મહત્ત્વની બેઠક 1 - image


Jaishankar US Visit : ટેરિફ મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન, વિદેશ મંત્રી એસ. જયશંકર આગામી સપ્તાહે વોશિંગ્ટનની મુલાકાતે જઈ રહ્યા છે. તેમની આ મુલાકાત એવા સમયે યોજાઈ રહી છે જ્યારે અમેરિકાથી નારાજ થયેલા યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે 'ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ' (FTA) થઈ ચૂક્યો છે. વિદેશ મંત્રી અમેરિકામાં 'ક્રિટિકલ મિનરલ્સ' પર આયોજિત એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લેશે.

ચીનના એકહથ્થુ શાસનને પડકાર

આ બેઠક 4 ફેબ્રુઆરીએ અમેરિકી વિદેશ મંત્રાલય (સ્ટેટ ડિપાર્ટમેન્ટ) ખાતે યોજાશે, જેની યજમાની અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો કરશે. ક્રિટિકલ મિનરલ્સ પર આ સ્તરની આ પ્રથમ મંત્રી સ્તરીય બેઠક છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય રેર અર્થ મિનરલ્સ પર ચીનના એકાધીકારને પડકારવાનો છે.

વિશ્વના તમામ દેશોને એક મંચ પર લાવવાનો પ્રયાસ

સપ્લાય ચેન સુરક્ષિત કરવાનો હેતુ આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના ભાગીદાર દેશોને એક મંચ પર લાવવાનો છે, જેથી ક્રિટિકલ મિનરલ્સનો પુરવઠો સુરક્ષિત રાખવા માટે સહયોગ વધારી શકાય. આમાં મુખ્યત્વે લિથિયમ, કોબાલ્ટ, નિકલ અને અન્ય કેટલાક રેર અર્થ મિનરલ્સનો સમાવેશ થાય છે. આ ખનિજો ઇલેક્ટ્રિક વાહનોથી લઈને સંરક્ષણ સાધનો અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો : વિદેશમંત્રી એસ જયશંકર અને અમેરિકન સમકક્ષ માર્કો રૂબિયો વચ્ચે ટેલિફોનિક વાતચીત, જાણો શું થઈ ચર્ચા?


અમેરિકાની ચીનને પડકારવાની તૈયારી

ચીનના પ્રભુત્વને પડકારવાની વ્યૂહરચના આ બેઠક વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વની છે કારણ કે ચીને ક્રિટિકલ મિનરલ્સની નિકાસ પર નિયંત્રણો કડક કર્યા છે. અત્યાર સુધી ચીન આ સપ્લાય ચેન પર એકચક્રી શાસન કરી રહ્યું છે. અમેરિકા, ચીનના આ પ્રભુત્વને ખતમ કરવા માટે વિશ્વના વિવિધ દેશોને સાથે લાવીને આ ક્ષેત્રમાં વૈકલ્પિક સપ્લાય ચેન ઊભી કરવા પ્રયાસ કરી રહ્યું છે.

આરબ દેશો સાથે મહત્ત્વપૂર્ણ બેઠક

ભારત-અરબ વિદેશ મંત્રીઓની બેઠકની યજમાની અમેરિકા જતા પહેલા, ભારત 30-31 જાન્યુઆરીએ બીજી 'ભારત-અરબ વિદેશ મંત્રી બેઠક'ની યજમાની કરશે. વિદેશ મંત્રી એસ. જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં આરબ દેશોના 10થી વધુ વિદેશ મંત્રીઓ અને નાયબ વિદેશ મંત્રીઓ ભાગ લેશે, જેમાં આરબ લીગના મહાસચિવ અહેમદ અબુલ ઘૈતનો પણ સમાવેશ થાય છે.