Get The App

દેશમાં પહેલીવાર લોકો ખુદ ભરી શકશે વસ્તીગણતરીનું ફોર્મ, કેન્દ્ર સરકારની ખાસ તૈયારી

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
દેશમાં પહેલીવાર લોકો ખુદ ભરી શકશે વસ્તીગણતરીનું ફોર્મ, કેન્દ્ર સરકારની ખાસ તૈયારી 1 - image


Census 2026-27 : ભારતમાં આગામી વસ્તુ ગણતરીને લઈને સરકારે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. દેશની પહેલી વસ્તી ગણતરી ડિજિટલી થશે. જેમાં દેશમાં પહેલીવાર લોકો વસ્તીગણતરીનું ફોર્મ ખુદ ભરી શકશે. આ માટે સરકારે એક ખાસ વેબ પોર્ટલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ઉપરાંત, મોબાઇલ ઍપ્લિકેશનના માધ્યમ થકી પણ વસ્તી ગણતરીનું કામ પૂર્ણ કરવામાં આવશે.

લોકો ખુદ ભરી શકશે વસ્તીગણતરીનું ફોર્મ

દેશમાં અત્યાર સુધીમાં વસ્તી ગણતરી માટે ઘરે-ઘરે જઈને સરકારી કર્મચારીઓ કાગળમાં જાણકારી એકઠી કરતા હતા. પરંતુ હવે સરકાર આ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા જઈ રહી છે. સરકારે કહ્યું છે કે, નાગરિકો ઇચ્છે તો ખુદ જ પોતાની જાણકારી વેબ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. આ માટે બે તબક્કાવાર વસ્તી ગણતરી થશે. પહેલા તબક્કામાં 'ઘરની યાદી અને રહેઠાણની ગણતરી' થશે, એટલે કે ઘરો વિશેની માહિતી મેળવાશે અને બીજા તબક્કામાં 'વસ્તી ગણતરી' થશે. જેમાં બંને તબક્કામાં લોકો પોતાની માહિતી જાતે નોંધાવી શકશે.

આ પણ વાંચો: VIDEO : મહારાષ્ટ્રના દરિયાકાંઠે દેખાઈ પાકિસ્તાની બોટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ, શોધખોળ શરૂ

ક્યારે થશે વસ્તી ગણતરી?

વસ્તી ગણતરી 2026-27માં બે તબક્કામાં થશે. જેમાં 1 એપ્રિલ, 2026થી પહેલો તબક્કો શરુ થશે. જ્યારે બીજો તબક્કો 1 જાન્યુઆરી, 2027થી શરુ થશે. આ મામલે ગત 16 જૂન, 2024ના રોજ સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું. એટલે હવે આઝાદી પછી ભારતમાં 8મી અને કુલ 16મી વસ્તી ગણતરી થશે. 

34 લાખ લોકોને અપાશે ટ્રેનિંગ

વસ્તી ગણતરીના કામ માટે સરકારે દેશભરમાં આશરે 34 લાખ લોકોને નિયુક્ત કર્યા છે. આ કર્મચારીઓને ત્રણ સ્તરમાં ટ્રેનિંગ આપવામાં આવશે. પહેલા રાષ્ટ્રીય ટ્રેન, માસ્ટર ટ્રેનર અને અંતે ફિલ્ડ ટ્રેનર તૈયાર કરાશે. જેઓ દરેક ગામડાંઓ અને શહેરના નાના-નાના ભાગોમાં જઈને વસ્તી ગણતરી કરશે. જેમાં કોઈપણ વ્યક્તિ કે ઘર બાકી ન રહે તે માટે નિયુક્ત કરાયેલા કર્મચારીની જવાબદારી રહેશે.

આ પણ વાંચો: પાકિસ્તાની જાસૂસ જ્યોતિ મલ્હોત્રા કેરળ સરકારના પૈસા પર કેમ મુસાફરી કરતી હતી? સામે આવી ચોંકાવનારી માહિતી

સમગ્ર મામલે સરકારે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપી દીધા છે કે, તેઓ પોતાના જિલ્લા, તાલુકા કે પોલીસ સ્ટેશનની સીમાઓમાં કોઈ ફેરફાર કરવા માગે છે તો આગામી 31 ડિસેમ્બર, 2025 પહેલા કરી લે. આ પછી એજ સીમાઓ વસ્તી ગણતરી માટે અંતિમ રૂપમાં માનવામાં આવશે. સીમાઓ નક્કી થયાના ત્રણ મહિના પછી જ વસ્તી ગણતરી શરુ કરી શકાશે. 

Tags :