પાકિસ્તાની જાસૂસ જ્યોતિ મલ્હોત્રા કેરળ સરકારના પૈસા પર કેમ મુસાફરી કરતી હતી? સામે આવી ચોંકાવનારી માહિતી
Jyoti Malhotra Kerala : પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યોતિ પર પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલવાનો આરોપ લાગ્યો હતો. હવે આ મામલે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. એક રિપોર્ટ મુજબ, કેરળ સરકારે જ્યોતિને ઝુંબેશનું કામ સોંપ્યું હતું. કેરળ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે જ્યોતિને નાણાં મળતા હતા.
કેરળ સરકારે જ્યોતિ માટે ફંન્ડિંગ કર્યું
રાઇટ ટુ ઇન્ફોર્મેશનની માહિતી મુજબ, કેરળ સરકારે જ્યોતિ માટે ફન્ડિંગ કર્યું હતું. કેરળ સરકારે જ્યોતિ ઉપરાંત 41 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની પસંદગી કરી હતી. કેરળ સરકારે જ્યોતિ સહિત 41 લોકોને કેરળના પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું કામ સોંપ્યું હતું. આ દરમિયાન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના રોકાણ અને યાત્રાનો સંપૂર્ણ ખર્ચ કેરળ સરકારે આપ્યો હતો.
જ્યોતિ કેરળમાં ક્યાં ક્યાં ફરી હતી
જ્યોતિ કેરળમાં આવ્યા બાદ અહીં અનેક સ્થળનો પ્રવાસ કર્યો હતો. તેણીએ કોચી, અલાપ્પુઝા, મુન્નાર અને કોઝિકોડની મુલાકાત લીધી. આ ખૂબ જ સુંદર પ્રવાસન સ્થળો છે. જ્યોતિએ કેરળના સુંદર સ્થળોની મુલાકાત કરતી વખતે બ્લોગ પણ શૂટ કર્યો હતો.
જ્યોતિ મલ્હોત્રાની ન્યાયિક કસ્ટડી લંબાવાઈ
જ્યોતિ મલ્હોત્રાની ન્યાયિક કસ્ટડીને 14 દિવસ સુધી લંબાવાઈ હતી. તેના પર લાગેલા આક્ષેપોને લઈને સાતમી જુલાઈએ સુનાવણી થવાની છે. જ્યોતિ ‘ટ્રેવલ વિથ જેઓ’ નામની યુટ્યુબ ચેનલ ચલાવતી હતી. પોલીસે 16 મેએ તેની ધરપકડ કરી હતી. તેની સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ અને ઇન્ડિયન જસ્ટિસ કોડની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : 23 રાજકીય પક્ષોને ચૂંટણી પંચની કારણ બતાવો નોટિસ