mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

પાણીનો બગાડ કરનારાને પાંચ વર્ષની સજા, એક લાખનો દંડ

- દેશમાં પીવાના પાણીનો બગાડ રોકવા સીજીડબલ્યુએનો નિર્દેશ

- એનજીટીમાં થયેલી અરજીના પગલે ભૂજળ ઓથોરિટીએ પહેલી વાર પીવાના પાણીના બગાડને સજા યોગ્ય ગૂનો જાહેર કર્યો

Updated: Oct 24th, 2020

પાણીનો બગાડ કરનારાને પાંચ વર્ષની સજા, એક લાખનો દંડ 1 - image


નવી દિલ્હી, તા. 24 ઓક્ટોબર, 2020, શનિવાર

દેશમાં પીવાના પાણીની ભારે અછત સર્જાઈ રહી છે. બીજીબાજુ અનેક લોકો પાણીનો વ્યાપક સ્તરે બગાડ કરતા હોય છે. પરીણામે દેશમાં પાણીનો બગાડ કરનારાઓએ હવે સાવધ થવાની જરૂર છે.

કોઈ પણ વ્યક્તિ અને સરકારી સંસૃથા ભૂજળ સ્રોતમાંથી મેળવેલા પીવાના પાણીનો બગાડ કરતા હશે આૃથવા તેનો દુરૂપયોગ કરતા હશે તો તે હવે સજા યોગ્ય ગૂનો મનાશે. તેમને એક લાખ રૂપિયાનો દંડ અને પાંચ વર્ષની કેદની સજા થઈ શકે છે. અગાઉ ભારતમાં પાણીના બગાડ અંગે દંડ કે સજાની કોઈ જોગવાઈ નહોતી.

ઘરોની ટાંકીઓ ઉપરાંત અનેક વખત ટેંકોથી પાણી પહોંચાડતી નાગરિક સંસૃથાઓ પણ પાણીનો વ્યાપક સ્તરે બગાડ કરતી હોય છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (સીજીડબલ્યુએ)ના નવા નિર્દેશ મુજબ પીવાના પાણીનો દુરૂપયોગ ભારતમાં રૂ. 1 લાખ સુધીના દંડ અને પાંચ વર્ષ સુધીની જેલની સજા સાથે દંડનીય ગૂનો ગણાશે.

સીજીડબલ્યુએએ પાણીનો બગાડ અને દુરૂપયોગ પર રોક લગાવવા માટે 8મી ઑક્ટોબર, 2020ના રોજ પર્યાવરણ (સંરક્ષણ) કાયદા, 1986ની કલમ પાંચની શક્તિઓનો ઉપયોગ કરીને સરકારી ઓથોરિટીઓ અને દેશના બધા લોકોને સંબોિધત કરતાં તેના આદેશમાં કહ્યું છે કે આ આદેશ જાહેર થયાની તારીખથી સંબંિધત નાગરિક એકમો, જે રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશોમાં પાણી પૂરવઠા નેટવર્ક સંભાળે છે અને જેમને જળ બોર્ડ, જળ નિગમ, વોટર વર્ક્સ વિભાગો, નગર નિગમ, નગરપાલિકા, ડેવલપમેન્ટ ઓથોરિટી, પંચાયત આૃથવા કોઈપણ અન્ય નામથી બોલાવાતા હોય તેમણે ભૂજળમાંથી મેળવાયેલા પીવાના પાણીનો બગાડ અને તેનો દુરૂપયોગ ન થાય તેની ખાતરી રાખવાની રહેશે.

આ આદેશનું પાલન કરવા માટે બધા એક તંત્ર વિકસાવશે અને આદેશનો ભંગ કરનારા લોકો વિરૂદ્ધ દંડાત્મક પગલાં લેવાશે. દેશમાં કોઈપણ વ્યક્તિ ભૂજળ સ્રોતોથી મેળવેલા પીવાના પાણીનો દુરૂપયોગ આૃથવા બગાડ નહીં કરી શકે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે રાજેન્દ્ર ત્યાગી અને બીન સરકારી સંસૃથા ફ્રેન્ડ્સ તરફથી ગયા વર્ષે 24 જુલાઈના રોજ પાણીનો બગાડ અટકાવવા માટે માગણી કરતી અરજી પર પહેલી વખત સુનાવણી કરી હતી. હાલમાં આ કેસમાં અંદાજે એક વર્ષથી વધુના સમય પછી 15 ઑક્ટોબર, 2020ના રોજ એનજીટીના આદેશનું પાલન કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય હેઠળ કેન્દ્રીય ભૂજળ ઓથોરિટી (સીજીડબલ્યુએ)એ આ આદેશ આપ્યો હતો.

Gujarat