Get The App

બિહાર ચૂંટણીમાં રૅકોર્ડ મતદાનના 5 મોટા ફેક્ટર, મતદારો કેવી રીતે બૂથ સુધી આકર્ષાયા?

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
બિહાર ચૂંટણીમાં રૅકોર્ડ મતદાનના 5 મોટા ફેક્ટર, મતદારો કેવી રીતે બૂથ સુધી આકર્ષાયા? 1 - image
Image Source: IANS

Bihar Assembly Election 2025: 18મી બિહાર વિધાનસભા ચૂંટણીમાં રૅકોર્ડ મતદાન થયું છે. જે છેલ્લી ચૂંટણી કરતા 9.6% વધુ છે. NDA સરકાર દ્વારા કરવામાં આવેલી પહેલ અને મહાગઠબંધન દ્વારા કરવામાં આવેલા વાયદા તો આની પાછળનું કારણ છે જ પરંતુ આ સાથે જનસુરાજ પાર્ટીએ શરુઆતમાં યુવાનોના ભવિષ્ય માટે એજન્ડા નક્કી કર્યો. ત્યારબાદની ચર્ચાઓ અને પહેલ આના પર જ કેન્દ્રિત રહી. ઘણા દિગ્ગજો અને તેમની સાથે જોડાયેલા નેતાઓ માટે આ તેમની અંતિમ ઇનિંગ જેવું છે, તો બીજી તરફ નવી પેઢીના નેતાઓ માટે તે એક નવી તક સમાન છે. આવી સ્થિતિમાં બંને પેઢીના નેતાઓએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી. બાકી રહેલી કસર પક્ષ-વિપક્ષ વચ્ચેના ધ્રુવીકરણે પૂરી કરી દીધી. 

રૅકોર્ડ મતદાનના 5 મોટા ફેક્ટર

જનસુરાજ પાર્ટીએ પૃષ્ઠભૂમિ તૈયાર કરી

જનસુરાજે વિધાનસભા ચૂંટણી માટે એક વ્યાપક પૃષ્ઠભૂમિ તૈયાર કરી છે. તેમાં યુવાનો, રોજગાર, પલાયન, સારી શિક્ષણ વ્યવસ્થા અને બાળકોના સારા ભવિષ્યના સપના દેખાડવામાં આવ્યા. પાર્ટીએ વારંવાર શિક્ષણની ગુણવત્તાને લઈને પોતાનો પક્ષ લોકો વચ્ચે રાખ્યો. તેણે જનતાને બાળકોના ભવિષ્ય માટે મતદાન કરવાની અપીલ કરી.

આ પૃષ્ઠભૂમિ લોકો વચ્ચે ઝડપથી લોકપ્રિય બની. તેણે નવો નેરેટિવ સેટ કર્યો. તેના કારણે અન્ય પક્ષોએ પણ તેને લઈને આક્રમક વ્યૂહરચના તૈયાર કરી. ડાબેરીઓ પણ આ મુદ્દાઓ પર સક્રિય થયા. ત્યારબાદ રોજગાર અને નોકરીઓ જેવા મુદ્દાઓ ઝડપથી ચર્ચામાં આવ્યા. તેણે મતદારો પર પણ પ્રભાવ પાડ્યો.  

વિપક્ષે પણ સપના દેખાડ્યા

સરકારની ઘોષણા વચ્ચે વિપક્ષે અસરકારક હસ્તક્ષેપ કર્યો. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની જેમ વિપક્ષી મહાગઠબંધને પણ સામાન્ય જનતા માટે ઘણી મોટી ઘોષણા કરી. દરેક ઘરમાં એક સરકારી નોકરી અને મહિલાઓના ખાતામાં 30,000 રૂપિયા આપવાની જાહેરાતોનો પણ જનતા પર મોટો પ્રભાવ પડ્યો.

આ ઉપરાંત વિપક્ષે ગુનાઓ સામે અસરકારક કાર્યવાહીનું એલાન કર્યું અને તમામ ગુનેગારોને ઝડપથી જેલમાં ધકેલી દેવાનું વચન આપ્યું. આનાથી વિપક્ષ તરફથી એક સશક્ત સરકાર બનાવવાની રૂપરેખા રજૂ કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકોએ આ વચનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.

સુવિધા અને આશા

આ ચૂંટણીમાં સરકારે રાજ્યના લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી. એટલું જ નહીં ઘણી યોજનાઓનો સીધો લાભ પણ મળ્યો. રાજ્ય સરકારે માત્ર 125 યુનિટ મફત વીજળી આપવાની સાથે જ મહિલા રોજગાર યોજના હેઠળ મહિલાઓને 10-10 હજાર રૂપિયા આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો અને ખાસ વાત એ છે કે, આ પૈસાની ચૂકવણી પણ શરુ થઈ ગઈ. 

વિવિધ તબક્કામાં દોઢ કરડોથી વધુ મહિલાઓને તેનો લાભ મળ્યો. મહિલા રોજગાર યોજના હેઠળ સારું કામ કરનારી મહિલાઓને વધારાના બે લાખ રૂપિયા મળશે, આ પણ તેમની અંદર એક નવી આશા લઈને આવ્યું. તેનાથી મહિલાઓ પર સકારાત્મક અસર પડી અને તેઓ મતદાન માટે બહાર નીકળી.

ધ્રુવીકરણ

આ ચૂંટણીમાં ધ્રુવીકરણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. NDA અને મહાગઠબંધન બંને તરફથી ધ્રુવીકરણ થયું. આખી ચૂંટણી સ્પષ્ટપણે બે ધ્રુવોમાં વહેંચાયેલી દેખાઈ. આ ઉપરાંત ખાસ ક્ષેત્રમાં જનસુરાજ અને AIMIM તરફથી પણ ધ્રુવીકરણ થયું. ધ્રુવીકરણને કારણે પણ મતદારો આક્રમક થઈને મતદાન કરવા માટે બહાર નીકળ્યયા. એક પક્ષને અતિશય ઉત્સાહી જોઈને, બીજી બાજુ પણ મતદાન માટે ધ્રુવીકરણ થયું.

આ પણ વાંચો: ભુતાનથી પાછા આવી PM મોદી દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતોને મળવા LNJP હૉસ્પિટલ પહોંચ્યા

ઘણા નેતાઓની છેલ્લી રાજકીય ઇનિંગ્સ 

આ વિધાનસભા ચૂંટણી ઘણા લોકો માટે એક મધુર સ્મૃતિ બરાબર છે. નીતિશ કુમાર, લાલુ પ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન સાથે સંકળાયેલા ઘણા નેતાઓ માટે આ તેમની છેલ્લી ચૂંટણી છે. તેઓ પોતાની છેલ્લી રાજકીય ઇનિંગ્સ રમી રહ્યા છે. આમાંથી ઘણા પક્ષના નેતાઓની ટિકિટ પણ કપાઈ છે. કેટલાકે બળવો કર્યો છે, તો કેટલાક પાર્ટીની ટિકિટ મેળવીને ચૂંટણી લડી રહ્યા છે. તેથી તેમણે શક્ય દરેક પ્રયાસો કર્યા. તેમની ભાવનાત્મક અપીલનો પણ મતદારો પર ઊંડો પ્રભાવ પડ્યો.  

Tags :