હરિયાણવી ગાયક રાહુલ ફાઝિલપુરિયા પર જીવલેણ હુમલો, ગુરુગ્રામમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરાયું
Firing On Rahul Fazilpuria : હરિયાણવી અને બોલીવૂડ ગાયક રાહુલ ફાઝિલપુરિયા પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત મુજબ, ગુરુગ્રામમાં SPR રોડ અજાણ્યા શખ્સો દ્વારા ગાયક રાહુલ પર ફાયરિંગ કર્યું હતું. જોકે, આ ઘટનામાં રાહુલને કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયરિંગ મામલે પોલીસે તપાસ શરૂ છે.
રાહુલ ફાઝિલપુરિયા ગાયકની સાથે-સાથે રેપર પણ છે. રાહુલ હરિયાણવી ગીતો ગાવા માટે જાણીતો છે. આ ઉપરાંત તેણે હિન્દી ફિલ્મોમાં પણ ગીતો ગાયા છે. તેમણે ફિલ્મ 'કપૂર એન્ડ સન્સ'ના 'લડકી બ્યુટીફુલ' ગીતથી પ્રચલિત થયો હતો અને બોલિવૂડમાં ઘણી ઓળખ મળી હતી. આ ઉપરાંત તેણે 'લાલા લોરી', 'બિલ્લી બિલ્લી', '32 બોર', 'જીમ્મી ચૂ', 'મિલિયન ડોલર', 'ટૂ મેની ગર્લ' અને 'હરિયાણા રોડવેઝ' સહિત ઘણા પ્રખ્યાત ગીતો ગાયા છે. જેમાં '32 બોર' ગીતમાં એલ્વિશ યાદવ સાથે જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે, ગાયક રાહુલ ફાઝિલપુરિયાનું સાચુ નામ રાહુલ યાદવ છે. જે ગુરુગ્રામના ફાઝિલપુર ઝારસાનો રહેવાસી છે. રાહુલે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી લડી હતી. જેમાં તેણે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (JJP)ની ટિકિટ પર ગુરુગ્રામથી ચૂંટણી લડી હતી. જોકે, તે આ ચૂંટણી હારી ગયો હતો.
કોબ્રા કાંડમાં નામ સામે આવ્યું હતું
વર્ષ 2023માં નોઈડામાં થયેલા કોબ્રા કાંડમાં એલ્વિશ યાદવ સાથે રાહુલ ફાઝિલપુરિયાનું પણ નામ સામે આવ્યું હતું. જેમાં એલ્વિશ યાદવના મ્યૂઝિક વીડિયોમાં બે સાંપ જોવા મળ્યા હતા. કોબ્રા કાંડને લઈને ફાઝિલપુરિયાએ જણાવ્યું હતું કે, સાંપોનો ઉપયોગ ફક્ત મ્યૂઝિક વીડિયો માટે કર્યો હતો.