કેદારનાથ ધામમાં DJ પર નાચી રહ્યા હતા યુવકો, વીડિયો સામે આવ્યા બાદ નોંધાઈ FIR
Kedarnath Dham: કેદારનાથ ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મંદિરની પાછળ DJના તાલ પર કેટલાક લોકો નાચી રહ્યા છે. જોકે, આ વીડિયો ક્યારનો છે તેની હજુ સુધી સ્પષ્ટ જાણકારી સામે નથી આવી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા એ પહેલાનો છે. આ વીડિયો સામે આવતા લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે.
કેદારનાથ ધામમાં DJના ગીત પર નાચી રહ્યા હતા યુવકો
આ વીડિયોમાં કેટલાક યુવકો કેદારનાથ મંદિરના પાછળના ભાગમાં DJના ગીત પર નાચી રહ્યા હતા. આ વાઈરલ વીડિયો વિશે આસપાસમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ વીડિયો કપાટ ખોલ્યા પછીનો નથી. આ કેસમાં વાદી ગિરીશ દેવલી, ઈન્ચાર્જ ઓફિસર બી.કે.ટી.સી. કેદારનાથ ધામ દ્વારા કોટવાલી સોનપ્રયાગ પર આપવામાં આવેલી ફરિયાદના આધારે આ અજાણ્યા વ્યક્તિઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 298 (ધાર્મિક અથવા પૂજા સ્થળને અપવિત્ર કરવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસની જનતાને અપીલ
અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી અસામાજિક તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની વિરુદ્ધ નિયમપ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પોલીસે સામાન્ય જનતાને અપીલ કરી છે કે, આ વીડિઓ કેદારનાથ ધામની પવિત્રતા સાથે સંબંધિત છે, કૃપા કરીને આ વીડિઓનો પ્રચાર કે પ્રસારણ ન કરો.
આ પણ વાંચો: આતંકવાદ વિરુદ્ધ લડતમાં ટ્રમ્પ સરકાર ભારતની સાથે, અમેરિકાનું ફરી મોટું નિવેદન