India

FASTag પાસની જાહેરાત પછી મોટો સવાલ, એન્ટ્રી અને એક્ઝિટ જુદી જુદી ટ્રીપ ગણાશે? જાણો જવાબ

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે ખાનગી વાહનોને ટોલ પ્લાઝામાં રાહ જોવી ન પડે તેમજ અડચણમુક્ત ટોલ ચૂકવણી કરી શકે તે હેતુ સાથે FASTagનો વાર્ષિક પાસ લોન્ચ કરવામાં આવ્યો છે. રૂ. 3000ની નજીવી કિંમતમાં ફાસ્ટેગનો વાર્ષિક પાસ 15 ઑગસ્ટ, 2025થી ઉપલબ્ધ થશે. જેની મદદથી એક વર્ષ સુધી અથવા 200 વખત ટ્રીપ કરી શકાશે. જો કે, તેના મુદ્દે કેટલીક અસમંજસ ઊભી થઈ હતી. આ અસમંજસ દૂર કરતાં કેન્દ્ર સરકારે કેટલીક સ્પષ્ટતા આપી છે. આવો જાણીએ...

Summarized by AI; it may make mistakes. Check important info

FASTag પાસની જાહેરાત પછી મોટો સવાલ, એન્ટ્રી અને એક્ઝિટ જુદી જુદી ટ્રીપ ગણાશે? જાણો જવાબ

FASTag Annual Pass Rules: કેન્દ્ર સરકારે ખાનગી વાહનોને ટોલ પ્લાઝામાં રાહ જોવી ન પડે તેમજ અડચણમુક્ત ટોલ ચૂકવણી કરી શકે તે હેતુ સાથે FASTagનો વાર્ષિક પાસ લોન્ચ કરવામાં આવ્યો છે. રૂ. 3000ની નજીવી કિંમતમાં ફાસ્ટેગનો વાર્ષિક પાસ 15 ઑગસ્ટ, 2025થી ઉપલબ્ધ થશે. જેની મદદથી એક વર્ષ સુધી અથવા 200 વખત ટ્રીપ કરી શકાશે. જો કે, તેના મુદ્દે કેટલીક અસમંજસ ઊભી થઈ હતી. આ અસમંજસ દૂર કરતાં કેન્દ્ર સરકારે કેટલીક સ્પષ્ટતા આપી છે. આવો જાણીએ...

એન્ટ્રી-એક્ઝિટ એક જ ટ્રીપ ગણાશે

ટોલ પ્લાઝાની એક વ્યવસ્થા છે, જેમાં અન્ય જિલ્લામાં પ્રવેશ કરતી વખતે એક્સેસ પોઇન્ટ પર FASTag સ્કેન થાય છે. બાદમાં તે જ જિલ્લામાંથી બહાર નીકળતી વખતે એક્ઝિટ પણ નોંધાય છે.  આમ એક વાહને બે ટોલ પ્લાઝા ક્રોસ કરવા પડે છે. પરંતુ આ નવા વાર્ષિક પાસમાં તેને એક જ ટ્રીપ ગણવામાં આવશે. આ યોજનાથી એવા લોકોને રાહત મળશે, જેઓ રોજબરોજ અથવા વારંવાર નેશનલ હાઇવે પરથી પસાર થાય છે. 

NH અને NE પર જ લાગુ થશે

આ FASTagનો વાર્ષિક પાસ માત્ર નેશનલ હાઇવે અને નેશનલ એક્સપ્રેસવે પર જ લાગુ થશે. જેનો ઉપયોગ સ્થાનિક કે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રિત સ્ટેટ હાઇવે અને અન્ય એક્સપ્રેસવે પર થઈ શકશે નહીં. તેના ટોલ પર FASTag તેના નિયમિત ટેગના આધારે કામ કરશે અને નિશ્ચિત ફી કપાશે.

200 ટ્રીપ બાદ ફરી ખરીદી શકો છો

રૂ. 3000માં ઉપલબ્ધ આ FASTagના વાર્ષિક પાસનો ઉપયોગ એક વર્ષ સુધી અથવા 200 ટ્રીપ સુધી થઈ શકે છે. જો એક વર્ષ પહેલાં જ તમારી 200 ટ્રીપ પૂર્ણ થઈ હોય તો તમે તેને ફરી ખરીદી શકો છો. 

શું વાર્ષિક પાસ ફરિજ્યાત છે

ના, આ FASTag  વાર્ષિક પાસ ફરિજ્યાત નથી. જે યુઝર વાર્ષિક પાસ લેવા નથી માગતા તેઓ પે પર યુઝ મોડલ પર FASTagનું રિચાર્જ કરાવી શકે છે. જે લોકો નિયમિતપણે નેશનલ હાઇવે અને નેશનલ એક્સપ્રેસવે પરથી મુસાફરી કરી રહ્યા છે, તેમના માટે આ વાર્ષિક પાસ અત્યંત મહત્ત્વનો છે.

આ પણ વાંચોઃ હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી કિંમત અને નિયમો

FASTag  વાર્ષિક પાસની ધ્યાનમાં રાખવા જેવી બાબતો

- માત્ર પ્રાયવેટ, નોન-કોમર્શિયલ વાહનો પર જ માન્ય છે

- આ પાસ નોન ટ્રાન્સફરેબલ છે.

- સ્ટેટ હાઇવે અને અન્ય એક્સપ્રેસ વે પર ઉપયોગ થઈ શકશે નહીં

- FASTag વાર્ષિક પાસનો વિકલ્પ મરજિયાત છે.