આતંકીઓ સામે લડનારો પૂર્વ NSG કમાન્ડો ગાંજાની તસ્કરી કરતો પકડાયો, ATSના સકંજામાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajasthan ATS: રાજસ્થાનની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે (ANTF) એક સંયુક્ત કાર્યવાહીમાં ગાંજાની સ્મગલિંગના માસ્ટરમાઈન્ડ બજરંગ સિંહની ધરપકડ કરી છે. તે પૂર્વ નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG) કમાન્ડો છે અને 26/11ના હુમલા દરમિયાન મુંબઈની તાજ હોટેલમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં સામેલ હતો. સીકર જિલ્લાના ફતેહપુર શેખાવતીના કરંગા ગામનો રહેવાસી બજરંગ ઓડિશા અને તેલંગાણાથી ગાંજો લાવીને રાજસ્થાનમાં પોતાનું નેટવર્ક ચલાવતો હતો. તેના પર 25,000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
આરોપી પાસેથી 200 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો
અહેવાલો અનુસાર, બજરંગ સિંહ એટલો ચાલાક હતો કે તે ભાગ્યે જ પોતાનો મોબાઇલ ફોન વાપરતો, વારંવાર સ્થાન બદલતો અને સ્થાનિક લોકો પર વિશ્વાસ કરતો નહીં. જોકે, મહિનાઓની સખત મહેનત અને દેખરેખ પછી, રાજસ્થાન ATS એ તેને ફિલ્મી ઢબે ધરપકડ કરી. તેની પાસેથી 200 કિલોગ્રામ ગાંજો પણ મળી આવી હતી. IG (ઈન્સ્પેક્ટર જનરલ) વિકાસ કુમારે જણાવ્યું હતું કે, 'બજરંગનો નીડર સ્વભાવ અને ઓડિશા અને તેલંગાણામાં લાંબા સમયથી સંપર્કોએ તેને દાણચોરીમાં મદદ કરી હતી.'
પહેલવાન જેવા શરીરે તેને NSG કમાન્ડો બનાવ્યો
આરોપી બજરંગ સિંહે અંગે ઈન્સ્પેક્ટર જનરલ વિકાસ કુમારે જણાવ્યું હતું કે, 'બજરંગ સિંહ નાની ડીલથી ક્વિન્ટલ લેવલની ગાંજાના સ્મગલિંગની તરફ આગળ વધ્યો. તેની ધરપકડથી ડ્રગ્સ વિરોધી અભિયાનમાં એક મોટી સફળતા છે, જે રાજસ્થાનમાં ગાંજાના નેટવર્કને તોડી પાડવામાં મદદ કરશે. બજરંગ સિંહે BSFમાં જોડાવા માટે પોતાનો અભ્યાસ છોડી દીધો અને પહેલવાન જેવા શરીર અને લડાયક ભાવનાને કારણે NSG કમાન્ડો બન્યો.'
બજરંગ સિંહે આતંકવાદ વિરોધી કામગીરીમાં ભાગ લીધો હતો
આઈજી વિકાસ કુમારે જણાવ્યું હતું કે, 'બજરંગ સિંહે 7 વર્ષ સુધી આતંકવાદ વિરોધી કામગીરીમાં ભાગ લીધો હતો અને 2008માં 26/11ના મુંબઈ હુમલા દરમિયાન તાજ હોટેલ ઓપરેશનમાં સામેલ હતો. જોકે, 2021માં નિવૃત્ત થયા પછી તે ગુના તરફ વળ્યો. પોતાના ગામમાં પાછા ફરતા તેણે રાજકારણમાં નિષ્ફળ પ્રયાસ કર્યો અને તેની પત્નીને ગામના વડા તરીકે ઊભી કરી પરંતુ સફળતા મળી નહીં. ત્યારબાદ તે ગુનેગારો સાથે સંકળાયેલો બન્યો અને ગાંજાની સ્મગલિંગની કરવાનું પસંદ કર્યું.'
NSGએ ભારતનું ખાસ આતંકવાદ વિરોધી દળ
NSGએ ભારતનું ખાસ આતંકવાદ વિરોધી ફોર્સ છે, જે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. આતંકવાદનો સામનો કરવા માટે 1986માં સ્થાપિત આ ફોર્સ બંધકોને બચાવવા, બોમ્બ નિષ્ક્રિય કરવા અને VIP સુરક્ષાનું કામ કરે છે. NSGમાં ભારતીય સેના અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તે બ્રિટિશ SAS અને જર્મનીના GSG-9 જેવા વિશેષ ફોર્સના મોડેલ પર બનાવવામાં આવ્યું છે.








