Get The App

ગાઝા શાંતિ યોજનાઃ હમાસની કેદમાં હવે કોઈ ઈઝરાયલી નહીં, તમામ 20 બંધક મુક્ત

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
ગાઝા શાંતિ યોજનાઃ હમાસની કેદમાં હવે કોઈ ઈઝરાયલી નહીં, તમામ 20 બંધક મુક્ત 1 - image


Israel Hamas Peace Plan: ઈઝરાયલમાં આજે દિવાળી જેવો ખુશીનો માહોલ છે. બે વર્ષના યુદ્ધ બાદ ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયર કરાર હેઠળ ગાઝામાંથી બંધકો મુક્ત કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રથમ તબક્કામાં સાત બંધક રેડ ક્રોસને સોંપવામાં આવ્યા છે. જો કે, હજી કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. કરાર હેઠળ હમાસે અંતિમ 20 જીવિત બંધકોને મુક્ત કરવાના છે. આ બંધકોનું સ્વાગત કરવા માટે ઈઝરાયલના લોકો રસ્તા પર નાચી-કૂદી રહ્યા છે. બીજી બાજુ ગાઝા ઈઝરાયલ દ્વારા કેદ પેલેસ્ટાઈનના સેકડોં લોકોને મુક્ત કરવાની રાહ જોઈ રહ્યું છે.

ગાઝા શાંતિ યોજનાઃ હમાસની કેદમાં હવે કોઈ ઈઝરાયલી નહીં, તમામ 20 બંધક મુક્ત 2 - image

Image; X, હમાસ દ્વારા મુક્ત કરવામાં આવનારા બંધકોની યાદી

હમાસે 20 બંધકોની યાદી જાહેર કરી

હમાસે આજે સોમવારે સવારે 20 જીવિત બંધકોની યાદી જાહેર કરી છે. જેમને સીઝફાયર કરાર હેઠળ મુક્ત કરવામાં આવશે. સાથે તેમણે 1900થી વધુ પેલેસ્ટાઈન કેદીઓની પણ એક યાદી જાહેર કરી છે. જે ઈઝરાયલના અધિકારીઓને સોંપી તેમને મુક્ત કરવા કહ્યું છે. ઉલ્લેખનીય છે, રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિ બંધકોની મુક્તિ પર દેખરેખ રાખી રહી છે. તેની દેખરેખ હેઠળ બંધકોની અદલા-બદલી કરવામાં આવશે. મુક્તિ પહેલાં ઈઝરાયલમાં ખુશીનો માહોલ છે. ટીવી સ્ટેશન વિશેષ કવરેજ કરી રહ્યા છે. તેલ અવીવના હોસ્ટેજેસ સ્ક્વાયરની મોટી સ્ક્રીન પાસે લોકો એકઠા થઈ સતત સમાચાર પર નજર રાખી રહ્યા છે.



હમાસમાં હવે કોઈ ઈઝરાયેલી બંધક નહીંઃ IDF

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે કે, શાંતિ કરાર હેઠળ હમાસે ગાઝામાં કેદ 20 ઈઝરાયલી બંધકોને મુક્ત કર્યા છે. હવે તેની પાસે કોઈ જીવિત ઈઝરાયેલી બંધક નથી. નેતાન્યાહુની ઓફિસે પણ ખાતરી કરી છે કે, ગાઝામાંથી 7 બંધકો મુક્ત કરી દેવામાં આવ્યા છે. અન્ય 13 બંધકો ટૂંકસમયમાં ઈઝરાયલ પરત ફરશે. 




આ લોકોને મુક્ત કરવામાં આવ્યાં

ગાઝા દ્વારા પ્રથમ તબક્કામાં કુલ 20 બંધકોને મુક્ત કરવામાં આવશે. જેમાં અલ્કાના બોહબોટ, મટન અંગ્રેસ્ટ, અવિનાતન, યોસેફ-હૈમ ઓહાના, એવિએટર ડેવિડ, ગાઈ ગિલ્બોઆ-દલાલ, રોમ બ્રાસ્લાવસ્કી, ગૈલી બર્મન, જિવ બર્મન, ઈટન મોર, સેગેવ કલ્ફોન, નિમ્રોદ કોહેન, મેક્સિમ હર્કિન, ઈટન હોર્ન, બાર કુપરશેટિન, ડેવિડ કુનિયો, એરિએલ કુનિયો અને ઓમરી મિરાન.




યુદ્ધનો અંત આવ્યોઃ ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે રવિવારે જાહેરાત કરી હતી કે, ગાઝામાં યુદ્ધનો અંત આવ્યો છે. આ જાહેરાતની સાથે ઈઝરાયલ અને મિસ્રે ઉચ્ચ સ્તરીય શાંતિ યાત્રા શરૂ કરી છે. આ યાત્રા અત્યંત ખાસ ગણાવતાં તેની શરૂઆતમાં જ એર ફોર્સ  વન પર પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ અને બંધકોના મુક્તિ કરાર વિશેની ચિંતાઓ ફગાવી હતી. તેમણે કહ્યું કે, ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના ઉગ્રવાદીઓ વચ્ચે વર્ષોથી ચાલી રહેલુ યુદ્ધ હવે પૂર્ણ થયુ છે.

ગાઝા શાંતિ યોજનાઃ હમાસની કેદમાં હવે કોઈ ઈઝરાયલી નહીં, તમામ 20 બંધક મુક્ત 3 - image

Tags :