India

EPFOમાં મોટા ફેરફારની શક્યતા! લઘુતમ પેન્શનમાં થઈ શકે છે આટલો વધારો

By GS TEAM
7 Oct 20253 mins read
TukuTouch Logo
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO)ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ(CBT)ની બેંગલુરુમાં તા. 10 અને 11 ઑક્ટોબરના રોજ એક બેઠક થવાની છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં લઘુતમ પેન્શન રકમ ₹1,000થી વધારીને ₹2,500 પ્રતિ માસ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે. EPFO ​​હેઠળ કર્મચારી પેન્શન યોજના (EPS-95) હેઠળ લઘુતમ પેન્શન હાલમાં ₹1,000 પ્રતિ માસ છે. આ રકમ 2014માં નક્કી કરવામાં આવી હતી અને ત્યારથી આ રકમ યથાવત્ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

EPFOમાં મોટા ફેરફારની શક્યતા! લઘુતમ પેન્શનમાં થઈ શકે છે આટલો વધારો

EPFO New Rules 2025: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO)ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ(CBT)ની બેંગલુરુમાં તા. 10 અને 11 ઑક્ટોબરના રોજ એક બેઠક થવાની છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં લઘુતમ પેન્શન રકમ ₹1,000થી વધારીને ₹2,500 પ્રતિ માસ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે. EPFO ​​હેઠળ કર્મચારી પેન્શન યોજના (EPS-95) હેઠળ લઘુતમ પેન્શન હાલમાં ₹1,000 પ્રતિ માસ છે. આ રકમ 2014માં નક્કી કરવામાં આવી હતી અને ત્યારથી આ રકમ યથાવત્ છે.

આ પણ વાંચો: સબરીમાલા મંદિરનું સોનું ગાયબ? મોટા કૌભાંડની આશંકા, SIT તપાસના આદેશ

વિવિધ કર્મચારી સંગઠનો લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે, કે હાલમાં મોંઘવારીને ધ્યાનમાં લેતા ₹1,000ની રકમ ખૂબ ઓછી છે. ટ્રેડ યુનિયનો અને વિવિધ પેન્શનરોના સંગઠનો લાંબા સમયથી કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ પેન્શન રકમ વધારીને ₹7,500 કરવાની માંગ કરી રહ્યા છે. જો કે, અહેવાલો સૂચવે છે કે CBT પેન્શનમાં 7.5 ગણો વધારો કરશે નહીં, પરંતુ તેને વધારીને  રુપિયા 2,500 કરવાનું વિચારી શકે છે.

EPFO પેન્શન કેવી રીતે નક્કી કરે છે

EPS હેઠળ પેન્શનની ગણતરી એક ફિક્સ ફોર્મેટનો ઉપયોગ કરીને કરવામાં આવે છે

પેન્શન = (પેન્શનપાત્ર પગાર × પેન્શનપાત્ર સેવા) ÷ 70

પેન્શન યોગ્ય વેતન એ છેલ્લા 60 મહિનાની સેવાનો સરેરાશ મૂળ પગાર + મોંઘવારી ભથ્થું છે, જેની મહત્તમ મર્યાદા ₹15,000 છે. પેન્શનપાત્ર સેવા કુલ સેવા વર્ષોની સંખ્યા દર્શાવે છે, જો તે 6 મહિના કે તેથી વધુ હોય તો પૂર્ણ કરવામાં આવે છે અને પેન્શન માટે પાત્ર બનવા માટે ઓછામાં ઓછા 10 વર્ષની સેવા જરૂરી છે. મહત્તમ પેન્શનપાત્ર પગાર મર્યાદા દર મહિને ₹15,000 છે.

એટલે સરળ શબ્દોમાં કહીએ તો જો કોઈ સભ્ય 35 વર્ષથી સેવા આપી હોય, તો તેઓ દર મહિને આશરે ₹7,500 પેન્શન મળી શકે છે. EPS હેઠળ પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા 10 વર્ષ સતત સેવા આપવી જરૂરી છે. સભ્ય 58 વર્ષની ઉંમરે નિયમિત પેન્શન મેળવવા માટે હકદાર છે. જો કોઈ સભ્ય આ તારીખ પહેલાં નોકરી છોડી દે છે, તો તેમને ઉપાડ લાભ અથવા ઓછું પેન્શન મળે છે.

આ પણ વાંચો: સિરપ કેટલાના જીવ લેશે? MPમાં વધુ એક માસૂમનું મોત, ડૉક્ટરની ધરપકડ વિરુદ્ધ IMAની હડતાળની ધમકી

અન્ય એક મુખ્ય એજન્ડા EPFO ​​3.0 પ્રોજેક્ટ

આ બેઠકનો બીજો એક મુખ્ય એજન્ડા EPFO ​​3.0 પ્રોજેક્ટ છે. EPFO ​​3.0 હેઠળ સંસ્થા સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બનાવવાની યોજના બનાવી રહી છે. જેમાં ATMમાંથી સીધા PF ઉપાડ, UPI દ્વારા તાત્કાલિક PF ઉપાડ, રીઅલ-ટાઇમ ક્લેમ સેટલમેન્ટ અને કરેક્શન સુવિધાઓ, સરળ ઓનલાઇન ડેથ ક્લેમ સેટલમેન્ટ અને ઓટોમેટિક ડેટા ઇન્ટિગ્રેશન જેવી સુવિધાઓનો સમાવેશ હોઈ શકે છે. ઇન્ફોસિસ, વિપ્રો અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) જેવી મુખ્ય ભારતીય IT કંપનીઓને આ વિશાળ તકનીકી પ્રગતિનું સંચાલન અને અમલીકરણની જવાબદારી સોંપવામાં આવી છે. તકનીકી પરીક્ષણ અને સિસ્ટમ ઇન્ટિગ્રેશન પડકારોને કારણે વિલંબ હોવા છતાં, પ્રોજેક્ટ હવે આવતા વર્ષે શરુ થવાની અપેક્ષા છે.