Get The App

મુંબઈમાં એક એન્જિનિયર 3 વર્ષ સુધી ફ્લેટમાં જ કેદ રહ્યો, ઘર અને તેની હાલત જોઈ લોકો ચોંક્યા

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈમાં એક એન્જિનિયર 3 વર્ષ સુધી ફ્લેટમાં જ કેદ રહ્યો, ઘર અને તેની હાલત જોઈ લોકો ચોંક્યા 1 - image


Navi Mumbai Man Rescued: મુંબઈથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક એન્જિનિયરે ત્રણ વર્ષથી વધુ સમય સુધી પોતાના ફ્લેટમાં પોતાને બંધ રાખ્યો. બહારની દુનિયા સાથે સંપર્ક કરવા માટે ઓનલાઈન ફૂડ ઓર્ડર જ તેમનો એકમાત્ર રસ્તો હતો. કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે કામ કરતા 55 વર્ષીય અનુપ કુમાર નાયર છ વર્ષ પહેલાં તેમના માતા-પિતાના મૃત્યુ પછી એકલતાને કારણે ડિપ્રેશનમાં ગયા હતા. તેમના મોટા ભાઈએ 20 વર્ષ પહેલાં આત્મહત્યા કરી હતી. તેમના માતાપિતાના મૃત્યુ પછી તેઓ તેમના પરિવારમાં એકલા પડી ગયા હતા. એક બિનસરકારી સંગઠન (NGO)ને તેમની પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવી હતી, અને સોશિયલ એન્ડ ઇવેન્જેલિકલ એસોસિએશન ફોર લવ (SEAL)ના સામાજિક કાર્યકરો મુંબઈના સેક્ટર 24માં ઘરકૂલ CHSમાં તેમના ઘરમાં પ્રવેશ્યા હતા.

ફ્લેટ ગંદકીથી ભરેલો હતો

એનજીઓ ફ્લેટ પર પહોંચી અને જોયું કે એન્જિનિયરનો ફ્લેટ ખૂબ જ ગંદો હતો. અનુપ કુમાર નાયર માત્ર લિવિંગ રૂમમાં ખુરશી પર સૂતો હતો. ફ્ટેલમાં ફર્નિચર ન હતું. જ્યારે તે મળી આવ્યો ત્યારે તેના પગમાં ચેપ લાગ્યો હતો જેને તાત્કાલિક સારવારની જરૂર હતી. પાડોશીઓનું કહેવું છે કે, 'અનુપ કુમાર નાયર ભાગ્યે જ તેના ફ્લેટનો દરવાજો ખોલતા જોવા મળતા હતા અને તે કચરો પણ ઉપાડતો ન હતો. અમે સોસાયટીના સભ્યો, ક્યારેક તેને કચરો કાઢવામાં મદદ કરવા માટે સમજાવવું પડતું હતું. અમે તેને તેના માતાપિતાની ફિક્સ ડિપોઝિટ રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં પણ મદદ કરી.' એનજીઓ તાત્કાલિક એન્જિનિયરને સારવાર માટે લઈ ગયો અને તેની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: સતત બીજા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત, આજથી નવા રેટ લાગુ

હાલમાં અનુપ કુમાર નાયર પનવેલના SEAL આશ્રમમાં સારવાર હેઠળ છે. ભલે તે હજુ પણ ભાવનાત્મક રીતે નાજુક છે, ડોકટરો અને સંભાળ રાખનારાઓએ તેમના સ્વાસ્થ્ય અને માનસિક સુખાકારીમાં સુધારાના પ્રારંભિક સંકેતો આપ્યા છે. 

મારા કોઈ મિત્રો નથી: અનુપ કુમાર નાયર

અહેવાલો અનુસાર, અનુપ કુમાર નાયરના માતા-પિતાના મૃત્યુ પછી તેણે કેટલાક સંબંધીઓએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે તેમની સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે કોઈ પર વિશ્વાસ કરતો ન હતો. પનવેલના સીલ આશ્રમમાં રહેતા અનુપ કુમાર નાયરે કહ્યું કે, 'મારા કોઈ મિત્રો નથી અને હું નોકરી પણ શોધી શકતો નથી. અત્યારે મારા કોઈ મિત્રો નથી અને મારા માતાપિતા અને ભાઈનું અવસાન થઈ ચૂક્યું છે. મારા ખરાબ સ્વાસ્થ્યને કારણે, હું કોઈ નવી નોકરી શોધી શકતો નથી. મારું સ્વાસ્થ્ય પણ સારું નથી. તેથી નવી શરૂઆત માટે કોઈ અવકાશ નથી.'

Tags :