સતત બીજા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત, આજથી નવા રેટ લાગુ
LPG Cylinder Price Cut: જુલાઈ મહિનાની શરૂઆતમાં જ LPGના વપરાશકારોને મોટી રાહત મળી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે અને તેના કારણે દિલ્હીથી મુંબઈ સુધી કોમર્શિયલ LPG ગેસ સસ્તો થઈ ગયો છે.
કેટલો ઘટાડો થયો?
LPG સિલિન્ડરના સુધારેલા ભાવ આજથી એટલે કે 1 જુલાઈ 2025 થી અમલમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે પણ ઓઈલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે અને રાજધાની દિલ્હીમાં તે 58 રૂપિયા જેટલું સસ્તો થયો છે. જ્યારે 14 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત્ રાખવામાં આવ્યા છે.
જૂનમાં કિંમતોમાં ઘટાડો થયો હતો
ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં અગાઉ જૂન મહિનામાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો અને 1 જૂન, 2025 ના રોજ આ સિલિન્ડર 24 રૂપિયા સસ્તો કરવામાં આવ્યો હતો. તે સમયે પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં જ વધઘટ થઇ હતી. જ્યારે રાંધણ ગેસના ભાવ યથાવત્ રખાયા હતા.