ભારતમાં કોરોના માટેનુ ઓછુ ટેસ્ટિંગ ચિંતાનો વિષય, જાણો બીજા દેશોના આંકડા
નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2020, બુધવાર
લોકડાઉન વચ્ચે કોરોનાના વ્યાપને ફેલાતો અટકાવવા માટે સરકાર શક્યો હોય તેટલા તમામ પ્રયાસો કરી રહી છે પણ જાણકારોના મતે ભારતમાં ઓછા ટેસ્ટિંગની સંખ્યા ચિંતાજનક છે.
કોરોના સામે લડી રહેલા બીજા દેશોના મુકાબલે ભારતમાં નહીવત ટેસ્ટિંગ થઈ રહ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલર ઓફ મેડિકલ રિસર્ચના રિપોર્ટ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 2.31 લાખ ટેસ્ટિંગ થયા છે. જેમાંથી 10000 કરતા વધારે દર્દીઓ સામે આવ્યા છે.
રિપોર્ટ પ્રમાણે લોકડાઉનના 21 દિવસમાં રોજ 11047 લોકોનુ જ કોરોના માટે સ્ટિંગ કરી શકાયુ હતુ. બીજા દેશોની વાત રવામાં આવે તો અમેરિકામાં રોજ 94000 લોકોનુ ટેસ્ટિંગ થયુ છે.
ઈટાલીમાં લોકડાઉનના 34 દિવસ દરમિયાન સરેરાશ 29000 લોકોની ચકાસણી થઈ છે. સ્પેનમાં 29 દિવસ લોકડાઉનના થઈ ચુક્યા છે અને અહીંયા રોજ સરેરાશ 20000 લોકોની તપાસ કરવામાં આવી છે. ફ્રાંસમાં લોકડાઉનમાં ટેસ્ટિંગનો સરેરાશ આંકડો 12000 દર્દીઓનો છે.
બ્રિટનની વાત કરવામાં આવે તો 23 માર્ચથી લોકડાઉન લાગુ કરાયા બાદ સરેરાશ 16000 લોકોનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે.