Get The App

બંગાળમાં મમતા તો તમિલનાડુમાં સ્ટાલિન, બે મુખ્યમંત્રી ચૂંટણી હારી ગયા, જુઓ 5 રાજ્યોની હોટ બેઠકોમાં કોની હાર-જીત

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
બંગાળમાં મમતા તો તમિલનાડુમાં સ્ટાલિન, બે મુખ્યમંત્રી ચૂંટણી હારી ગયા, જુઓ 5 રાજ્યોની હોટ બેઠકોમાં કોની હાર-જીત 1 - image

5 States Assembly Election Results 2026: તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, કેરલમ અને પુડુચેરીમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે સોમવારે જાહેર થઈ ચૂક્યા છે, કેરલમમાં ડાબેરી કિલ્લો કોંગ્રેસ ગઠબંધને ધ્વસ્ત કરી દીધો છે.

મમતા બેનરજી બંગાળ પણ હાર્યા બેઠક પણ

પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક નવો ઇતિહાસ રચાયો છે. બંગાળના 'વાઘણ' ગણાતા મમતા બેનર્જીને તેમના જ સૌથી મજબૂત ગઢ ભવાનીપુરમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,114 મતોના જંગી અંતરથી પરાજય આપીને આખા દેશને ચોંકાવી દીધો છે.   20 રાઉન્ડના અંતે મમતા બેનરજીને 58,349 તો શુભેન્દુ અધિકારીને 73,463 મત મળ્યા, વર્ષ 2021માં નંદીગ્રામ બેઠક પરથી પણ હરાવ્યા હતા.આ જીત માત્ર એક બેઠકની જીત નથી, પરંતુ બંગાળમાં છેલ્લા દોઢ દાયકાથી ચાલી રહેલા મમતા શાસનના અંતની સત્તાવાર જાહેરાત સમાન છે. 

એમ કે સ્ટાલિનને હારનો સ્વાદ ચાખવો પડ્યો

બીજી તરફ તમિલનાડુમાં તમિલનાડુમાં સુપર સ્ટાર વિજયના રાજકીય પક્ષ તમિલગા વેત્રિ કઝગમ(TVK)ની એન્ટ્રીએ દ્રવિડિયન રાજનીતિના સમીકરણો બદલી નાખ્યા છે, ત્યાં મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. બંગાળમાં કોંગ્રેસના કદાવર નેતા અધીર રંજન ચૌધરીની પણ હાર થઈ છે.



પાંચેય રાજ્યોમાં કયો સ્ટાર કેન્ડીડેટની જીત તો કોની હાર થઈ તેની વિગતો નીચે મુજબ છે:

બંગાળમાં મમતા તો તમિલનાડુમાં સ્ટાલિન, બે મુખ્યમંત્રી ચૂંટણી હારી ગયા, જુઓ 5 રાજ્યોની હોટ બેઠકોમાં કોની હાર-જીત 2 - image

1. તમિલનાડુ

તમિલનાડુમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં સિનેમાના સુપર સ્ટારની એન્ટ્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

- જોસેફ વિજય (TVK): આ ચૂંટણીના સૌથી મોટા સ્ટાર ઉમેદવાર. તેમણે પોતાની નવી પાર્ટી સાથે રાજકીય એન્ટ્રી કરી.

- એમ. કે. સ્ટાલિન (DMK): વર્તમાન મુખ્યમંત્રી અને ડીએમકેના મુખ્ય ચહેરો.

- એડપ્પડી કે. પલાનીસ્વામી (AIADMK): અન્નાદ્રમુકના નેતા અને વિરોધ પક્ષના મુખ્ય ચહેરો.

- ઉદયનિધિ સ્ટાલિન (DMK): યુવા નેતા અને મંત્રી, જેમના પર ભવિષ્યના નેતૃત્વની જવાબદારી છે.

2. પશ્ચિમ બંગાળ

બંગાળમાં મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે સીધી અને કાંટાની ટક્કર જોવા મળી.

- મમતા બેનર્જી (TMC): ભવાનીપુર બેઠક પરથી મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો.

- શુભેન્દુ અધિકારી (BJP): ભાજપના દિગ્ગજ નેતા અને વિરોધ પક્ષના પ્રમુખ ચહેરો.

- અધીર રંજન ચૌધરી (Congress): પશ્ચિમ બંગાળની બહેરામપુર લોકસભા બેઠક પરથી સતત પાંચ વખત (1999થી 2024 સુધી) સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમને બહેરામપુરના 'રોબિન હૂડ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

3. આસામ

આસામમાં ભાજપ પોતાનો ગઢ બચાવવા માટે મેદાનમાં હતું.

- હિમંતા બિસ્વા સરમા (BJP): આસામના મુખ્યમંત્રી અને ઉત્તર-પૂર્વના સૌથી પ્રભાવશાળી નેતા.

- ગૌરવ ગોગોઈ (Congress): કોંગ્રેસના મુખ્ય નેતા અને પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના પુત્ર.

આ પણ વાંચો: LIVE : કેરલમમાં કોંગ્રેસ ગઠબંધનને બહુમતી, પ.બંગાળ અને આસામમાં ભાજપનો દબદબો, તમિલનાડુમાં 'વિજયભવ'

4. કેરલમ

કેરલમમાં પરંપરાગત રીતે LDF અને UDF વચ્ચે મુકાબલો રહ્યો હતો.

- પિનારાઈ વિજયન (CPI-M): વર્તમાન મુખ્યમંત્રી અને ડાબેરી મોરચાના મજબૂત નેતા.

- વી. ડી. સતીશન (Congress): કોંગ્રેસના નેતા અને વિરોધ પક્ષના મુખ્ય અવાજ.

5. પુડુચેરી

પુડુચેરીમાં સ્થાનિક ગઠબંધન અને કેન્દ્રશાસિત પ્રદેશના મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા.

- એન. રંગાસામી (AINRC): વર્તમાન મુખ્યમંત્રી અને પ્રાદેશિક ગઠબંધનના નેતા.

બંગાળમાં મમતા તો તમિલનાડુમાં સ્ટાલિન, બે મુખ્યમંત્રી ચૂંટણી હારી ગયા, જુઓ 5 રાજ્યોની હોટ બેઠકોમાં કોની હાર-જીત 3 - image