Get The App

'7 દિવસમાં સોગંદનામું આપો અથવા દેશની માફી માગો...', 'વોટ ચોરી'ના આરોપ પર ECનું મોટું નિવેદન

Updated: Aug 17th, 2025

GS TEAM

Google News
Google News
'7 દિવસમાં સોગંદનામું આપો અથવા દેશની માફી માગો...', 'વોટ ચોરી'ના આરોપ પર ECનું મોટું નિવેદન 1 - image


EC slams Voter Fraud Allegations: 'વોટ ચોરી'ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન સામે આવ્યું છે. ચૂંટણી પંચે આજે રવિવારે (17 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર મામલે માહિતી આપી હતી. જેમાં બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે વિપક્ષ છેલ્લાં ઘણાં સમયથી સત્તાધારી રપક્ષ અને ચૂંટણી પંચ વોટ ચોરી સહિતના ગંભીર આરોપો મૂકી રહ્યા છે. આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જવાબ આપ્યા છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, 'અમારા માટે પક્ષ-વિપક્ષ બંને સરખાં છે.' આ પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, 'તેમણે ચૂંટણી પંચ અને મતદાર યાદીને લઈને જે આરોપ લગાવ્યા છે, તે નિરાધાર છે અને ખોટા છે. જો તેમની પાસે પોતાના દાવાના પૂરાવા છે તો તેમણે 7 દિવસમાં સોગંદનામું આપવું પડશે, નહીતર આખા દેશની માફી માગવી પડશે.'

તેમણે વધુમાં જણાવ્યું કે, 'ગંભીર ચિંતાનો વિષય છે કે રાજકીય પક્ષોના જિલ્લા પ્રમુખો અને તેમના દ્વારા નિયુક્ત કરાયેલા BLO દ્વારા ચકાસવામાં આવેલા દસ્તાવેજો અને પ્રમાણપત્રો રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુધી પહોંચી નથી રહ્યા અથવા તો જમીની સ્તરે વાસ્તવિક્તાને નજરઅંદાજ કરીને ભ્રમ ફેલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.'

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે શું-શું કહ્યું?

• અમારા માટે ના કોઈ પક્ષ છે, ના કોઈ વિપક્ષ, તમામ સમકક્ષ છે. જો કે, વોટ ચોરી જેવા શબ્દોનો ઉપયોગ ખોટો. આ પ્રકારના મામલામાં કોર્ટમાં અરજી કરવી જોઈએ.

• મતદારોના ફોટા, નામ અને ઓળખ જાહેરમાં બતાવવામાં આવ્યા, જે સંપૂર્ણપણે ખોટું છે.'

• 7 દિવસમાં સોગંદનામું આપવું પડશે, નહીતર આખા દેશની માફી માગવી પડશે.

• કેટલાકે ડબલ વોટિંગના આરોપ મૂક્યા, પુરાવા માંગ્યા તો જવાબ ના મળ્યો, ચૂંટણી પંચ આવા આરોપોથી ગભરાતું નથી. અમારા ખભે બંદૂક રાખીને રાજકારણ ખેલાઈ રહ્યું છે.

• કોઈ પણ ફરિયાદ માટે ચૂંટણી પંચના દરવાજા ખુલ્લા છે, કેટલાક પક્ષો-નેતાઓ બિહારની SIR પ્રક્રિયા વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.

• હાલમાં જ મતદારોની મંજૂરી વિના જ તેમની તસવીરો જાહેર કરી દેવાઈ. તેમના પર આરોપ મૂકાયા, તેમનો ઉપયોગ કરાયો. શું ચૂંટણી પંચે કોઈની મા-વહુ કે પુત્રીના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા જોઈએ? 

• ચૂંટણી પ્રક્રિયામાં એક કરોડથી વધુ કર્મચારી, 10 લાખથી વધુ બુથ એજન્ટ અને 20 લાખથી વધુ ઉમેદવારોના એજન્ટ હોય છે, આટલા લોકો સામે વોટ ચોરી કેવી રીતે થઈ શકે? 



આ પણ વાંચો: 78 વર્ષ બાદ શિફ્ટ થઈ રહ્યું છે ભારતના વડાપ્રધાનનું કાર્યાલય, જાણો સાઉથ બ્લોક છોડવાનું કારણ


Tags :