Get The App

SIR પર થયેલા હોબાળા વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, BLOની સેલેરી ડબલ કરી દેવાઈ

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
SIR પર થયેલા હોબાળા વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, BLOની સેલેરી ડબલ કરી દેવાઈ 1 - image
Image Source: IANS

Election Commission of India Big Decision: ભારતીય ચૂંટણી પંચ દેશના 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીની SIR કરાવી રહ્યું છે. જેમાં કેરળ, પુડ્ડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ પણ સામેલ છે, જ્યાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણી પંચે પહેલા તબક્કામાં બિહારમાં SIR કરાવ્યું હતું, જ્યાં વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે અનેક કાયદેસર લોકોના મત પણ કાપી નખાયા છે. ઉત્તરપ્રદેશ અને બંગાળમાં પણ વિપક્ષી દળ એવો જ આરોપ લગાવી રહ્યા છે. આ સિવાય બંગાળમાં ટીએમસીનો આરોપ છે કે વર્ક પ્રેશરમાં આવીને BLO આપઘાત કરી રહ્યા છે.

ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લીધો છે. ECIએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાનમાં લાગેલા BLO અને BLO સુપરવાઇઝરની સેલેરી ડબલ કરી દીધી છે. ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસર (BLO)ની સેલેરી 6000 રૂપિયાથી વધારીને 12000 રૂપિયા કરી દીધી છે. ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસર્સ સુપરવાઇઝર્સની સેલેરી 12000 રૂપિયાથી વધારીને 18000 કરી દીધી છે. જોકે, AERO અને EROની સેલેરીમાં કોઈ વદારો નથી કરાયો. AEROને 25 હજાર અને EROને 30 હજાર રૂપિયા સેલેરી મળશે.

આ પણ વાંચો: હવે સિમકાર્ડ વગર નહીં ચાલે WhatsApp, Telegram અને સ્નેપચેટ..., કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

ચૂંટણી પંચનો નવો આદેશ

ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલી નોટિસમાં જણાવાયું છે કે, ઇલેક્ટરોલ રોલ્સ ડેમોક્રેસીનો પાયો છે. આ મશીનરીમાં ઇલેક્ટોરલ ઓફિસર, આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર, BLO સુપરવાઇઝર અને BLO હોય છે. ખુબ મહેનત કરે છે. વગર કોઈ ભેદભાવ અને ટ્રાન્સપેરેન્ટ ઇલેક્ટોરલ રોલ્સ તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. એટલા માટે કમિશને તમામ BLOsની વાર્ષિક સેલેરી બેગણી કરવા અને ઇલેક્ટોરલ રોલ્સ તૈયાર કરવાની સાથે તેમાં ફેરફાર કરનારા BLOs સુપરવાઇઝરની સેલેરી પણ વધારવાનો નિર્ણય લીધો છે. ગત વખત આવો ફેરફાર 2015માં કરાયો હતો.

આ પણ વાંચો: 'બ્રેકઅપ' પર 'મેકઅપ' કરાઇ રહ્યો છે: સિદ્ધારમૈયા-શિવકુમારની બેઠક પર ભાજપનો કટાક્ષ