'મુખ્યમંત્રી બનવા માટે શિંદે ઉતાવળા, શિવસેનાને ભાજપમાં ભેળવી દેશે', સંજય રાઉતનો ચોંકાવનારો દાવો
Sanjay Raut On Eknath Shinde : શિવસેના નેતા સંજય રાઉતે આજે શુક્રવારે (11 જુલાઈ) મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના દિલ્હીના પ્રવાસ પર કટાક્ષ કરતાં કહ્યું કે, 'તેમને મુખ્યમંત્રી બનવા માટે એટલા ઉતાવળા છે કે તેમણે શિવસેનાને ભાજપમાં ભેળવી દેવાની ઓફર કરી છે. રાઉતે દાવો કર્યો હતો કે, શિંદેએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિશે ફરિયાદ કરી હતી. જોકે, શિવસેનાના પ્રવક્તા શીતલ મ્હાત્રેએ રાજ્યસભાના સભ્ય પર પ્રહાર કરતા કહ્યું કે, તેમને આવી ટિપ્પણી કરવાની આદત છે અને તેમની પાર્ટીના લોકો તેમને ગંભીરતાથી લેતા નથી.'
રાઉતે શું કહ્યું?
રાઉતે દાવો કર્યો હતો કે, 'કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન, એકનાથ શિંદેએ ફરિયાદ કરી હતી કે, ફડણવીસ તેમને કામ કરવા દેતા નથી અને તેમના પક્ષના ધારાસભ્યો સામે તપાસ શરૂ કરી રહ્યા છે.' રાઉતે આરોપ લગાવ્યો છે કે, 'શિવસેનાના વડાએ શાહને કહ્યું કે મરાઠી એકતાને મજબૂત કરવાના પ્રયાસોથી તેમની પાર્ટીને નુકસાન થશે અને આંદોલનને નબળું પાડવાની જરૂર છે. સરકાર દ્વારા હિંદીને ફરજિયાત કરવાના વિવાદસ્પદ સરકારી ઠરાવ અને ધોરણ 1થી 5 સુધીમાં વિદ્યાર્થીઓ માટે લાગુ થનારા ત્રણ ભાષાના ફોર્મ્યુલાને પાછો ખેંચવાના સરકારના નિર્ણયની ઉજવણી માટે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે દ્વારા આયોજિત સંયુક્ત વિજય રેલીને લઈને રાઉતે ઉલ્લેખ કરી રહ્યા હતા. '
આ પણ વાંચો: VIDEO: નોટો ભરેલી બેગ, સિગારેટના કશ... ફડણવીસ સરકારના મંત્રી ફસાયા, સંજય રાઉતનો કટાક્ષ
રાઉતે દાવો કરતાં વધુમાં જણાવ્યું હતું કે, 'શિંદેએ શાહને કહ્યું કે મુખ્યમંત્રી બનાવવા એ જ ઉકેલ હશે. જો તેઓ (શિંદે) મુખ્યમંત્રી બનશે, તો તેઓ આને રોકશે અને મહારાષ્ટ્રના રાજકારણમાં સ્થિરતા લાવશે. જ્યારે શાહનું કહ્યું કે, મુખ્યમંત્રી ભાજપમાંથી જ હશે.