ગુજરાત સહિત દેશભરમાં આજે JEE એડવાન્સની પરીક્ષાઃ અઢી લાખ વિદ્યાર્થીઓ વચ્ચે થશે સ્પર્ધા
JEE Advance Exam: ગુજરાત સહિત દેશભરમાં રવિવારે (18 મે) નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશની 23 IITમાં પ્રવેશ માટેની JEE (જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ) એડવાન્સની પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં JEE મેઇન્સમાં પાસ થયેલા 14.85 લાખમાંથી ક્વૉલિફાય થયેલાં અઢી લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.
સાંજે 5:30 સુધી ચાલશે પરીક્ષા
આ પરીક્ષાનું પહેલું પેપર સવારે 9 થી 12 વાગ્યે અને બીજુ પેપર 2:30થી 5:30 સુધીમાં લેવાશે. બંને પેપર વચ્ચે ઉમેદવારોને ભોજન માટે અઢી કલાકનો બ્રેક આપવામાં આવશે.
આ પણ વાંચોઃ વડોદરા એક્સપ્રેસ વેના હેલ્પલાઈન નંબરો નકામા! ટાયર ફાટતાં મદદ માગતા કોઈ જવાબ જ નહીં
ગુજરાતના 10 હજાર વિદ્યાર્થી આપશે પરીક્ષા
નોંધનીય છે કે, ગુજરાતમાં 10 હજાર ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. મળતી માહિતી મુજબ, 17 હજાર બેઠકો સામે ક્વોલિફાય અઢી લાખ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા થશે.