Get The App

ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, CBSE ચાર વિષયોમાં બે સ્તર લાગુ કરવાની તૈયારીમાં

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, CBSE ચાર વિષયોમાં બે સ્તર લાગુ કરવાની તૈયારીમાં 1 - image


CBSE News : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે(CBSE) ધોરણ-11 અને 12ના વિદ્યાર્થીઓને રાહત આપવા માટે મોટી તૈયારી શરુ કરી દીધી છે. બોર્ડ સાયન્સ, ટૅક્નોલૉજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (STEM) વિષયમાં બે સ્તર એટલે કે બેઝિક અને ઍડ્વાન્સ લાગુ કરવાની યોજના બનાવી રહી છે. રિપોર્ટ મુજબ આ ફેરફાર વર્ષ 2026-27માં લાગુ થઈ શકે છે.

વિદ્યાર્થીઓ ઇચ્છા મુજબ વિકલ્પ પસંદ કરી શકશે

જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં અભ્યાસ કરવા ઇચ્છે છે, પરંતુ તેઓ ભવિષ્યમાં ટૅક્નોલૉજી ક્ષેત્રમાં રસ દાખવે છે, ત્યારે આવા વિદ્યાર્થીઓ હવે આ વિષયોમાં બેઝિક સ્તરે અભ્યાસ કરી શકશે, જ્યારે એન્જિનિયરિંગ, મેડિકલ અથવા રિસર્ચ જેવા ક્ષેત્રમાં કેરિયર બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ ઍડ્વાન્સ સ્તરની પસંદગી કરી શકશે.

આ પણ વાંચો : વાહનચાલકો સાવધાન... આવી ભુલ કરશો તો ‘ફાસ્ટેગ’ બ્લેકલિસ્ટ કરાશે, NHAIનો કડક નિયમ લાગુ

વિદ્યાર્થીઓની ઇચ્છા મુજબ અભ્યાસ

સીબીએસઈની આ યોજનાનો હેતુ, વિદ્યાર્થીઓ પર અભ્યાસનો બોજો ઓછો કરવા તેમજ વિષયોમાં કેરિયર બનાવવાની યોજના બનાવનારા વિદ્યાર્થીઓએ વિકલ્પ આપવાનો છે. એટલે કે હવે કોઈપણ વિદ્યાર્થી કેટલાક કારણો અથવા મજબૂરીના કારણે અઘરો વિષય પસંદગી નહીં કરી શકે.

અગાઉ ધોરણ-10માં આવો પ્રયોગ કરાયો હતો

આ પહેલા સીબીએસઈએ ધોરણ-10માં આવો પ્રયોગ કર્યો હતો. ધોરણ-10માં મેથ્સમાં સ્ટાર્ડર્ડ અને બેઝિકનો વિકલ્પ તૈયાર કર્યો હતો. વિદ્યાર્થીઓને વિકલ્પ અપાયો હતો કે, જો તેઓ ધોરણ-11-12માં મેથ્સ લેવા ઇચ્છતા નથી, તો તેઓ બેઝિક સ્તર પસંદ કરી શકે છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ નિર્ણયનો સકારાત્મર ગણાવ્યો હતો.

આ પણ વાંચો : સંસદમાં સતત હોબાળાના કારણે આવતીકાલ સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

ધોરણ-11માં થશે નવી શરુઆત

સીબીએસઈની યોજના છે કે, સૌપ્રથમ ધોરણ-11માં નવો ફેરફાર લાગુ કરવામાં આવે, પરંતુ આ ફેરફાર NCERTના પુસ્તકોની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે. હાલ એનસીઈઆરટીએ ધોરણ-1થી ધોરણ-7 સુધીના કેટલાક પુસ્તકો પ્રકાશિત કરી દીધા છે અને ધોરણ-9થી ધોરણ-11ના પુસ્તકો આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ શકે છે. જો આ યોજના લાગુ થશે તો શાળાઓએ બેઝિક અને ઍડ્વાન્સ સ્તરના જુદા જુદા વર્ગ ચલાવવા પડશે. આ માટે શિક્ષકોને બંને સ્તરની ટ્રેનિંગ આપવી પડશે.

આ પણ વાંચો : બિલોને મંજૂરી આપવા રાષ્ટ્રપતિ માટે પણ નક્કી થશે ટાઈમલાઇન? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પાઠવી નોટિસ

Tags :