Get The App

313 કિલો ચાંદી, 7 કરોડનું સોનું, 5 કરોડ રોકડા! ટ્રાવેલ એજન્ટના ઘરે મળ્યો 'ખજાનો': ડંકી રૂટ કેસ

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
313 કિલો ચાંદી, 7 કરોડનું સોનું, 5 કરોડ રોકડા! ટ્રાવેલ એજન્ટના ઘરે મળ્યો 'ખજાનો': ડંકી રૂટ કેસ 1 - image


ED Raid in Delhi-Haryana : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) દિલ્હીમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલનારી ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પંજાબના જલંધર ઝોનલ ઑફિસની ટીમે મની લોન્ડ્રિંગ કાર્યવાહી હેઠળ ગઈકાલે હરિયાણા અને દિલ્હીમાં એક સાથે રહેણાંક સહિત 13 સ્થળે દરોડા પાડ્યા હતા. અમેરિકા દ્વારા ફેબ્રુઆરી-2025માં 330 ભારતીયોનો દેશનિકાલ કરાયો હતો, ત્યારે આમાંથી કેટલાક ભારતીયોને મોકલવા પાછળ આ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યા છે. 

દિલ્હીમાં દરોડો, મોંઘી ચીજવસ્તુઓ મળી આવી

ઈડીએ દિલ્હી સ્થિત એક ટ્રાવેલ એજન્ટના ત્યાં દરોડો પાડ્યા હતો, જેમાં મસમોટી રોકડ રકમનો અને મોંઘી ચિજવસ્તુઓ મળી આવી છે. ઈડીએ રોકડા 4.62 કરોડ રૂપિયા, 313 કિલો ચાંદી અને છ કિલો સોનાના બિસ્કીટ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલી તમામ વસ્તુઓની કુલ અંદાજીત કિંમત 19.13 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ટીમને ચેટ અને ડિજિટલ પુરાવા પણ હાથ લાગ્યા છે, જેમાં ડંકી રૂટ દ્વારા મોકલાયેલા લોકોની ટિકિટ, રૂટ અને નાણાંની ડીલ પર થયેલી વાતચીત સામેલ છે.

ડંકી રૂટથી વિદેશ ઘૂસાડવા માટે સંપત્તિ-જમીન ગીરવે રાખતા

દરોડા દરમિયાન હરિયાણાના એક મોટા ખેલાડીના ઠેકાણા પરથી ચોંકાવનારા રૅકોર્ડ મળી આવ્યા છે. રૅકોર્ડ મુજબ ગેરકાયદે રીતે વિદેશ મોકલનારી ભેજાબાજ ગેંગ લોકોને મેક્સિકોના રસ્તે અમેરિકા મોકલતા હતા અને આ માટે તેઓ તેમની સંપત્તિ કે જમીન ગીરવે રાખતા હતા.

આ પણ વાંચો : અશ્લીલ વીડિયો, બ્લેકમેલ અને સામૂહિક દુષ્કર્મ... બેંગ્લુરુમાં વિદ્યાર્થિની પર ક્રૂરતાની હચમચાવતી ઘટના

ડિજિટલ ડેટા ફોરેન્સિક તપાસમાં મોકલાયે, મોટો ખુલાસો થવાની સંભાવના

અન્ય સ્થળોએ દરોડા દરમિયાન મોબાઇલ ફોન, દસ્તાવેજો અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલી તમામ ચીજવસ્તુઓની તપાસ કરાશે, જેમાં આખા નેટવર્કનો ખુલાસો કરવામાં મદદ મળશે. ઈડીએ જપ્ત કરેલ ડિજિટલ ડેટા અને દસ્તાવેજોને ફોરેન્સિક તપાસમાં મોકલી દીધા છે. પંજાબ અને હરિયાણા પોલીસમાં એફઆઇઆર નોંધાયા બાદ આ કાર્યવાહીઓ કરવામાં આવી છે અને આ નેટવર્કમાં ટ્રાવેલ એન્જન્ટ, વચેટીયાઓ અને હવાલા ઓપરેટરો સામેલ છે.

ગેંગ વિદેશ જવાની ઘેલછા રાખનારા લોકોને ડંકી રૂટ દ્વારા જોખમી રસ્તા પરથી અમેરિકા મોકલીને કરોડો રૂપિયા કમાતા હતા. રિપોર્ટ મુજબ, ઈડીની આ કાર્યવાહી બાદ વધુ ધરપકડ થવાના અને મોટા ખુલાસા થવાની સંભાવના છે.

આ પણ વાંચો : મધ્ય પ્રદેશના 6 બાળકો HIV પોઝિટિવ આવતા ખળભળાટ, બ્લડ બેંક સામે કાયદેસરની કાર્યવાહી

Tags :