Get The App

ટ્રેન હાઇજેક માટે ભારત જવાબદાર, પાકિસ્તાનના PM શાહબાઝના સલાહકારનો પાયાવિહોણો દાવો

Updated: Mar 12th, 2025

GS TEAM


Google News
Google News
ટ્રેન હાઇજેક માટે ભારત જવાબદાર, પાકિસ્તાનના PM શાહબાઝના સલાહકારનો પાયાવિહોણો દાવો 1 - image


Balochistan Train Hijack: પાકિસ્તાનમાં બલૂચ વિદ્રોહીઓ દ્વારા ગઈકાલે મંગળવારે એક ટ્રેન હાઇજેક થઈ હતી. જેમાં અંધાધૂધ ગોળીબારના કારણે ઘણા મુસાફર ઘવાયા હતા. આ ટ્રેનમાં 500થી વધુ પેસેન્જર સવાર હતા. આ આતંકી હુમલા મુદ્દે પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ભારતને જવાબદાર ઠેરવ્યો છે. 

બલૂચ વિદ્રોહીઓએ સામાન્ય નાગરિકો, મહિલાઓ અને બાળકોને મુક્ત કરી દીધા હતા. પાકિસ્તાનની સેના, ગુપ્ત એજન્સીઓના અધિકારીઓ અને સરકારી કર્મચારીઓને પણ બંધક બનાવવામાં આવ્યા છે. બ્લૂચિસ્તાન લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે. બલૂચ વિદ્રોહીઓએ 214 મુસાફરોને બંધક બનાવ્યા હોવાનો દાવો કર્યો છે.

ભારત પર મૂક્યા ગંભીર આરોપ

રાણા સનાઉલ્લાહે બલૂચિસ્તાન ટ્રેન હાઇજેક કાંડ માટે ભારત પાયાવિહોણા આરોપ લગાવ્યા છે. રાણાએ સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરતાં દાવો કર્યો હતો કે, આ હુમલા પાછળ ભારતનું ષડયંત્ર છે. અફઘાનિસ્તાનમાંથી ભારત આ હુમલાઓ ઓપરેટ કરી રહ્યું છે. સ્થાનિક મીડિયાએ પૂછ્યું હતું કે, શું તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને બલૂચ વિદ્રોહીઓ વચ્ચે કોઈ સંબંધ છે? શું તે ટીટીપી બલૂચોને સમર્થન આપે છે? તેના જવાબમાં સનાઉલ્લાહે જણાવ્યું કે, આ બધું ભારત કરાવી રહ્યું છે. તેમાં કોઈ શંકા નથી. આ હુમલા બાદ બલૂચ વિદ્રોહીઓને અફઘાનિસ્તાનમાં સુરક્ષિત ઠેકાણું મળી શકે છે.

અફઘાનિસ્તાનમાં ઘડાયું ષડયંત્ર

રાણાએ આગળ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં બેસીને ભારત આ પ્રકારના ષડયંત્ર રચી રહ્યું છે. પાકિસ્તાનના દુશ્મન સક્રિય છે. આ રાજકીય મુદ્દો કે, એજન્ડા નથી. પરંતુ એક ષડયંત્ર છે. ભારત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને બલૂચ લિબરેશન આર્મીને સમર્થન આપી રહ્યું છે.

અફઘાન સરકારને આપી ચેતવણી

તેમણે દાવો કર્યો છે કે, અફઘાનિસ્તાનમાં તેમની પાસે સુરક્ષિત સ્થળો છે. તાલિબાનના સત્તા પર આવવાથી તેમને કોઈ છૂટ મળી રહી નથી. પરંતુ તેઓ હવે ખુલ્લેઆમ ગતિવિધિઓ કરી રહ્યા છે. અફઘાન સરકાર તુરંત આ પ્રકારની ગતિવિધિઓ બંધ કરે, નહીં તો પાકિસ્તાન કાર્યવાહી હાથ ધરશે.

ટ્રેન હાઇજેક માટે ભારત જવાબદાર, પાકિસ્તાનના PM શાહબાઝના સલાહકારનો પાયાવિહોણો દાવો 2 - image

Tags :