Get The App

PM મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપવાને લઈને ચૂંટણી પંચ એક્શનમાં, ખડગેને નોટિસ મોકલી

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
PM મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપવાને લઈને ચૂંટણી પંચ એક્શનમાં, ખડગેને નોટિસ મોકલી 1 - image


EC Issues Notice to Mallikarjun Kharge : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલે ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નોટિસ ફટકારી છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખડગેએ પીએમ મોદીને આતંકવાદી કહ્યા હતા, જેના પર પંચે 24 કલાકમાં ખુલાસો માંગ્યો છે.

ખડગે શું બોલ્યા હતા?

ચેન્નાઇમાં પ્રેસ કોન્ફરંસને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ‘તમિલનાડુમાં વિપક્ષ એઆઇએડીએમકેએ મોદી સાથે હાથ કેમ મિલાવ્યા, તે આતંકવાદી છે અને સમાનતામાં નથી માનતા, તેમનો પક્ષ પણ સમાનતા અને ન્યાયમાં વિશ્વાસ નથી રાખતો. આવા લોકોની સાથે એઆઇએડીએમકેએ હાથ મિલાવ્યા છે.’ 

આ પણ વાંચો : VIDEO : ‘હું તને વિદેશી સ્ટાઈલમાં પ્રપોઝ કરીશ...’, બોયફ્રેન્ડના હાથ-પગ બાંધી જીવતો સળગાવ્યો, બેંગલુરૂની ઘટના

વિવાદ વધ્યા બાદ ખડગેની સ્પષ્ટતા

જ્યારે પત્રકારોએ આતંકવાદી અંગે સ્પષ્ટતા કરવા કહ્યું તો ખડગેએ કહ્યું હતું કે મારો કહેવાનો મતલબ છે કે મોદી દેશના લોકશાહીના માહોલને આતંકિત કરી રહ્યા છે. મોદી લોકોને અને રાજકીય પક્ષોને આતંકિત કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, ઈડી (ED), ઇન્કમ ટેક્સ અને સીબીઆઈ (CBI) જેવા સરકારી તંત્રોનો દુરુપયોગ કરીને લોકોને ડરાવવામાં આવતા હોવાથી તેમણે આ શબ્દનો પ્રયોગ કર્યો હતો.

ભાજપનો વળતો પ્રહાર અને ફરિયાદ

ભાજપે આ નિવેદનને લોકશાહી સંસ્થાઓ પર હુમલો ગણાવી ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ સહિતના નેતાઓએ ખડગે વિરુદ્ધ આચારસંહિતાના ભંગ બદલ FIR નોંધવાની માંગ કરી છે. તમિલનાડુ ભાજપના ઇન્ચાર્જ પીયૂષ ગોયલે આ નિવેદનની નિંદા કરતા કહ્યું કે, વડાપ્રધાનને આતંકવાદી કહીને ખડગે અને સ્ટાલિને 140 કરોડ ભારતીયોનું અપમાન કર્યું છે, જે બદલ તેમણે દેશની માફી માંગવી જોઈએ.

આ પણ વાંચો : VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ